Submitted by ddnews on
1.ભારતમાં કોરોનાના 16 વિદેશી નાગરિક અને 12 ભારતીય સાથે કુલ 28 કેસ પોઝીટીવ - ઈરાનમાં ફસાયેલા ભારતીયોની તપાસ માટે સરકાર ત્યાં જ બનાવશે લેબ - વિદેશથી આવનાર તમામ પ્રવાસીનું થશે સ્ક્રિનિંગ - કોરોના વાઇરસથી બચવા માટે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કરી ઉચ્ચ સ્તરીય બેઠક - તમામ રાજ્યોને સાધન સુવિધાથી સજ્જ રહેવા તાકીદ
2.પ્રધાનમંત્રી કાર્યાલયે પણ કોરોના વાયરસને લઇ કરી સમીક્ષા - રાજ્યોને કોરોના વાયરસ સામે તકેદારી અને યોગ્ય પગલાં લેવા કર્યું સૂચન - સમૂહમાં એકઠા ન થવા આપી સૂચના -પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવે કોરોના વાયરસ અંગે યોજેલ બેઠકમાં પ્રધાનમંત્રીએ કરી અધ્યક્ષતા
3.ગુજરાત સરકારે પણ જાહેર કરી કોરોના વાઇરસ સામે લડવાની અટકાયતી યોજના.જિલ્લા કલેક્ટર અને કૉર્પોરેશન કક્ષાએ મ્યુનિસિપલ કમિશનરને કોરોના વાઇરસ અટકાવવા નૉડલ ઑફિસર નિમાયા.જિલ્લા અને કૉર્પોરેશન કક્ષાએ હૉસ્પિટલોમાં મેપિંગ કરાશે.
4.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કંપની એક્ટના બદલાવને મળી સ્વીકૃતિ - કેબિનેટે ઍર ઇન્ડિયામાં પ્રવાસી ભારતીયો માટે 100 ટકા FDIને આપી મંજૂરી - બેંકોના વિલીનીકરણથી ગ્રાહકને તકલીફ નહીં પડે તેમ જણાવતા નાણામંત્રી નિર્મલા સીતારમણ
5. વિપક્ષના હંગામા વચ્ચે લોકસભામાં ડાયરેક્ટ ટૅક્સ "વિવાદ સે વિશ્વાસ બિલ 2020" થયું પસાર - દિલ્હી હિંસા મામલે વિપક્ષના સાંસદોના ભારે હોબાળાને કારણે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી આજ સુધી સ્થગિત - હોળી બાદ 11 માર્ચે દિલ્લી હિંસા પર ચર્ચા થવાની સંભાવના
6.રાષ્ટ્રપતિએ અપરાધી પવનની દયા અરજી ફગાવી - પવન નિર્ભયા દુષ્કર્મ કેસમાં દોષિત - દોષિત પાસે ફાંસીની સજાથી બચવાનો હતો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ
7.વિધાનસભામાં પાક વીમા અને ખેડૂતોને વળતર મામલે વિપક્ષે કર્યું વોકઆઉટ -કૃષિમંત્રી આર.સી.ફળદુએ કહ્યું - રાજ્ય સરકાર કોઈપણ વીમા કંપનીને છાવરતી નથી - સરકાર પાક વીમા મુદ્દે જવાબ આપવા તૈયાર - મનરેગા યોજના અંતર્ગત બે વર્ષમાં વડોદરા,સુરત,ગાંધીનગર અને મહિસાગર જિલ્લામાં 64 લાખ 29 હજાર 648 માનવદિનની રોજગારી ઉભી થઇ
8.આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 17.53 લાખ પરીક્ષાર્થી આપશે પરીક્ષા - સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર SRP અને CRPFનો બંદોબસ્ત - વર્ગખંડોમાં સીસીટીવી તેમજ ટેબલેટની કરાઈ વ્યવસ્થા - તમામ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
9. ગુજરાતના દેવેન્દ્ર કુમાર ખરેએ મેળવ્યો પુરસ્કાર - નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 15 કલાકારોને લલિત કલા અકાદમી પુરસ્કાર કર્યા એનાયત