Skip to main content
Settings Settings for Dark

Customized Crash Course | COVID19 | frontline workers | Rain | Mid Day News | 18-06-2021

Live TV

X
Gujarati

HEADLINES 1 PM

1.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વોરિયર્સ માટે ,, કસ્ટમાઇઝડ ક્રેશ કોર્સનો કરાવ્યો શુભારંભ...  26 રાજ્યોના 111 કેન્દ્રો ઉપર , સરકારના સખત નિરીક્ષણ હેઠળ અપાશે પ્રશિક્ષણ..  ફ્રન્ટ લાઇન વર્કર્સને  હોમ કેર, બેઝિક કેર ,, અને એડવાન્સ કેર કોર્સ અંગેની અપાશે તાલીમ..  આ કોર્સ , યુવાનો માટે રોજગારીની વધુ એક ઉત્તમ તક સાબિત થાય,,  તેવી પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી આશા..

2.પ્રધાનમંત્રીએ દેશવાસીઓને કોરોના વાઇરસ સામે ચેતવતા કહ્યું , કે આ વાઇરસ હજુ ગયો નથી...  સ્થિતિને પહોંચી વળવા , દેશમાં પંદર સો જેટલા ઓક્સિજન પ્લાંટની , પૂરજોશથી થઇ રહી છે કામગીરી...  કોરોનાની સ્થિતિએ આપણને , આપણી ક્ષમતાઓ અંગે સજાગ કર્યા...  દેશના તમામ લોકો નું  નિઃશુલ્ક રસીકરણ કરાવવા , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી પ્રતિબધ્ધતા...

3......  દેશમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો-  છેલ્લા 24 કલાકમાં 62 હજાર 480 નવા કેસ ...  સતત 36માં દિવસે નવા કેસની સરખામણીમાં , સજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી...  રિકવરી રેટ વધીને 96.03 ટકા પર પહોંચ્યો ...  તો દેશમાં અત્યાર સુધીમાં 26 કરોડ 86 લાખ વેક્સિનના ડોઝ અપાયા... 18થી 44 વર્ષની વયના  પાંચ કરોડ લોકોને ,, અત્યાર સુધીમાં લગાવાયાં છે   ડોઝ...

4....  રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી...  છેલ્લા 24 કલાકમાં નવા 293 કેસ નોંધાયા... તો 770 દર્દીઓ સાજા થવા ની સાથે , રિકવરી રેટ 97.84 ટકાએ પહોંચ્યો...  6 દર્દીઓના થયા મૃત્યુ...   24 કલાકમાં નવા 2 લાખ 52 હજારથી વધુ લોકોને અપાઈ રસી...  અમદાવાદમાં  47,  સુરતમાં 66,  અને રાજકોટમાં , નવા 19 કેસ નોંધાયા...

5....  રાજ્યમાં સતત બે દિવસથી મેઘમહેર..... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી...આજે સવારે પચાસ તાલુકાઓમાં ધોધમાર વરસાદ....  આણંદમાં પોણા સાત  ઇંચ, ઓલપાડમાં પોણા ત્રણ ઇચ , અને  નવસારી અને જલાલપોરમાં બે- બે ઇચં વરસાદ બાદ ,, જળબંબાકારની સ્થિતિ... . વરસાદની હેલીને કારણે , ધરતી  પુત્રો ખુશખુશાલ..

6... CBSEએ રજૂ કરેલા ધોરણ 12ના પરિણામના મૂલ્યાંકન માળખાનો  ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડે કર્યો સ્વીકાર ... ધોરણ દસના પચાસ ટકા,, અગિયારમાં ધોરણની પ્રથમ બે સામયિક કસોટીના આધારે 25  ટકા ,, અને ધોરણ બારની સામયિક પરીક્ષામાં મેળવેલા 25  ટકા ગુણના મૂલ્યાંકનને આધારે , અપાશે પરિણામ...

7.....  સુરત મહાનગર  પાલિકા સંચાલિત સ્કૂલોમાં શરૂ થશે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ...  .માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા ન સર્જાય,, તે માટે  સુમન સ્કૂલોમાં , ધોરણ અગિયાર અને બારના વર્ગો શરૂ કરવાનો કર્યો નિર્ણય...  ધોરણ અગિયારના આઠ વર્ગો કરાયાં શરૂ...  ઓનલાઇન શિક્ષણ દ્વારા અગિયારમાં ધોરણનાં એડમિશન શરૂ કરાયાં...  કન્યાઓને અપાશે નિઃશુલ્ક શિક્ષણ..

8.... .અમદાવાદ સિવિલમાં  એક ઓપરેશનથી , રાજકોટની સોનલને બે વર્ષ જૂની પીડામાંથી મળી મુક્તિ.....અત્યંત જટીલ અને પડાકરજનક  ,, એવી  રીવીઝન સ્પાઇન સર્જરી ,, સફળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન...

9... ભારત અને ન્યુઝિલેંડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપનો મુકાબલો ,, આજથી ઇગ્લેંડના સાઉધમ્પટન ખાતે  થશે શરૂ ..મેચનું જીવંત પ્રસારણ ભારતીય સમય પ્રમાણે , બપોર બાદ ત્રણ વાગે થશે શરૂ  ..  ડીડી ફ્રી ડીશ, અને   ડીડી સ્પોર્ટસ પર જોઇ શકાશે જીવંત પ્રસારણ ..  ડીડી ડિશના ગ્રાહકો આકાશવાણીના માધ્યમથી , દેશભરમાં સાઁભળી શકશે મેચની રનિંગ કોમેન્ટરી..

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply