અભિનેતા રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ થશે એનાયત
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં આ વર્ષ માટેનાં 51મા દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 5 સભ્યોની બનેલી જ્યુરીએ આ વર્ષ માટેનો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અભિનેતા રજનીકાંતને આપવા સર્વાનુમતે નિર્ણય લીધો છે. પ્રકાશ જાવડકરે પસંદગી સમિતિનાં નિર્ણયને વધાવી લેતાં તેની જાહેરાત કરી હતી. 3 મેનાં રોજ ફિલ્મ પુરસ્કારની સાથે જ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પણ એક સમારંભમાં એનાયત થશે. રજનીકાંત છેલ્લા 50 વર્ષથી ફિલ્મમાં અભિનયના અજવાળા પાથરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાદા સાહેબ ફાળકે એવોર્ડની પસંદગી બદલ રજનીકાંતને ટવીટ કરીને શુભેચ્છા પાઠવી છે.
