અમિતાભ બચ્ચનના 44મા 'રીબર્થ ડે'ની શાનદાર ઉજવણી, દમણમાં દેશભરમાંથી ઉમટ્યા ચાહકો
Live TV
-
દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ચાહકોએ એકત્ર થઈને સદીના મહાનાયકના લાંબા અને સ્વસ્થ આયુષ્યની કામના કરી હતી અને આ ઐતિહાસિક દિવસને હંમેશની જેમ યાદગાર બનાવ્યો હતો.
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનના જીવનમાં 2 ઑગસ્ટ, 1982નો દિવસ અત્યંત વિશેષ અને ઐતિહાસિક માનવામાં આવે છે. ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં તેમણે મૃત્યુને મ્હાત આપીને નવું જીવન પ્રાપ્ત કર્યું હતું. આ અદ્ભુત પુનર્જન્મની યાદમાં દર વર્ષે તેમના ચાહકો દ્વારા દેશભરમાં આ દિવસને "રીબર્થ ડે" તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.
આ વર્ષે આ વિશેષ પર્વની ઉજવણી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના દરિયા દર્શન ખાતે યોજાઈ હતી, જ્યાં મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણેથી અમિતાભ બચ્ચનના ડાઇ-હાર્ટ ફેન્સ મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
સંવાદો અને સંગીતથી ગુંજ્યું દમણ
દમણમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન ચાહકોએ મહાનાયક પ્રત્યેનો પોતાનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિય ફિલ્મોના સદાબહાર ગીતો, તેમના પ્રખ્યાત અને યાદગાર ડાયલોગ્સ, આકર્ષક નૃત્ય પ્રસ્તુતિઓ તેમજ તેમની અત્યાર સુધીની ભવ્ય ફિલ્મી સફરની ઝલક રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત તમામ ચાહકોએ ભારે વધાવી લીધી હતી.દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા ચાહકોએ એકત્ર થઈને સદીના મહાનાયકના લાંબા અને સ્વસ્થ આયુષ્યની કામના કરી હતી અને આ ઐતિહાસિક દિવસને હંમેશની જેમ યાદગાર બનાવ્યો હતો.
