અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા રજા મળી, ચાહકોને કહ્યુ ધન્યવાદ
Live TV
-
હોસ્પિટલમાંથી અપાઇ રજા, ટ્વીટ પર કર્યા બે ટ્વીટ
2 ઓગષ્ટના રોજ બીગ બી અમિતાભનો રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા મળી છે..બોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન 12 જુલાઇનાં કોરોના પોઝિટિવ આવ્યા હતાં. અને હવે 2 ઓગષ્ટનાં રોજ તેમણે કોરોનાને માત આપી દીધી છે અને તે ઘરે આવી ગયા છે. અમિતાભે આજરોજ ટ્વીટર પર ટ્વીટ કરી સંદેશ લખ્યો છે..જે નીચે મુજબ છે
અમિતાભનું ટ્વીટ
धरती से उखाड़ कर ,
स्वछ बुलबुले में सँवार कर,
इक छोटी सी कुटिया बनाना, कब मना है
है अँधेरी रात पर दीवा जलाना, कब मना हैઉલ્લેખનીય છે કે, 12 જુલાઈએ અમિતાભ બચ્ચને ફેન્સને જાણ કરી હતી કે તે કોરોના પોઝિટિવ છે અને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં ગયા છે. એજ દિવસે થોડા સમય પછી અભિષેક બચ્ચનનો કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર પણ આવ્યા. જોકે હજુ સુધી અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો નથી તે હોસ્પિટલમાં જ દાખલ છે.
