આશા ભોસલે 'યશ ચોપરા એવોર્ડ'થી સમ્માનિત
Live TV
-
પીઢ અભિનેત્રી રેખાનાં હસ્તે 84 વર્ષીય આશા ભોસલે 'યશ ચોપરા એવોર્ડ' એવોર્ડ એનાયત
પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા આશા ભોસલેને મુંબઈમાં પાંચમા યશ ચોપરા મેમોરિયલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. પીઢ અભિનેત્રી રેખાનાં હસ્તે 84 વર્ષીય આશા ભોસલેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યશ ચોપરાના પત્ની પમેલા ચોપરા, નિર્માતાઓ બોની કપૂર, મધુર ભંડારકર, ગાયિકા અલકા યાજ્ઞિક, અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે, મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ, સંસદસભ્ય ટી. સુબ્બારામી રેડ્ડી તથા બોલીવૂડની અન્ય નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. સાત દાયકા લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ જુદી જુદી 20 ભાષાઓમાં 11,000થી વધુ ગીતો ગાયા છે. 2012માં અવસાન પામેલા બોલીવૂડ નિર્માતા-દિગ્દર્શક યશ ચોપરાની સ્મૃતિમાં આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. ભૂતકાળમાં, લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, રેખા અને શાહરૂખ ખાનને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ રૂ. 10 લાખની રોકડ રકમ રૂપે આપવામાં આવે છે.