એકબીજાને મદદ કરવાના ઉદ્દેશ સાથે સૌરાષ્ટ્રના જાણીતા કલાકારોએ સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન બનાવ્યું
Live TV
-
એકબીજાને મદદ કરવાના ઉદ્દેશ સાથે સૌરાષ્ટ્રના જાણીતા કલાકારોએ ગુજરાતમાં સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ એસોસિએશન બનાવ્યું છે. ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, સાંઈરામ દવે, રાજભા, હેમંત ચૌહાણ, બિહારીદાન ગઢવી, દેવાયત ખવડ, હેમંત ચૌહાણ સહિતના કલાકારો દ્વારા આ સંગઠન બનાવાયું છે. કલાકારો સહમત થઈ એક વિચારથી જોડાઈ સંગઠન માટે નિર્ણય કરી શકે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે, કલાકારોએ જણાવ્યું હતું કે, સાથે મળીને એકબીજાની મદદ કરીએ તો કદાચ ભવિષ્યમાં કોઈ કલાકારોને આફત સમયે કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. અને આ જ આશય સાથે તમામ કલાકારો એકત્ર થયા અને એસોસિએશન બનાવ્યું છે. જેમાં સંગીત ઓરકેસ્ટ્રા, લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, નાટ્ય ક્ષેત્ર, બેક સ્ટેજ આર્ટિસ્ટ, સાઉન્ડ સિસ્ટમ ઓનર્સ, હેલ્પર, નૃત્ય જગત અને ઈવેન્ટ ક્ષેત્રને સાંકળી સૌરાષ્ટ્રભરનું સૌથી મોટા સંગઠન નિર્માણ થયું છે.
