ઑસ્કારઃ જૉક્વિન ફીનિક્સને સર્વશ્રેષ્ઠ અભિનેતા તો રેને જેવલગરને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો મળ્યો એવોર્ડ
Live TV
-
ઑસ્કાર 2020ના પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી છે. હૉલિવૂડ સ્ટાર જૉક્વિન ફીનિક્સને 'જોકર' ફિલ્મ માટે તો રેને જેવલગર ફિલ્મ 'જુડી' માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે.
અમેરિકાના લૉસ એન્જેલસના ડૉલ્બી થિએટરમાં 92મા ઑસ્કાર એકેડમી પુરસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેને જેવલગર રુપર્ટ ગૂલ્ડની ફિલ્મ 'જુડી' માં ગાયિકા જુડી ગારલેન્ડનો શ્રેષ્ઠ અભિનય કરવા બદલ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે.
હૉલિવૂડ સુપરસ્ટાર બ્રાડ પીટને ક્વેન્ટિન ટરાન્ટિનોની યાદગાર ફિલ્મ 'વન્સ અપોન એ ટાઈમ ઈન હૉલિવૂડ' માં સ્ટંટમેન ક્લિફ બૂથનો રોલ કરવા માટે ઑસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. બ્રાડ પીટે પોતાના અભિનય કેરિયરમાં પ્રથમ વાર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. લૌરા ડેર્નને મેરેજ સ્ટોરી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
