ઓસ્કરમાં નામાંકિત થઈ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મોતીબાગ'
Live TV
-
ખેડૂત વિદ્યાદતના જીવન સંઘર્ષ પર બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મોતીબાગ'ને ઓસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના રહેવાસી એક વૃદ્ધ ખેડૂત વિદ્યાદતના જીવન સંઘર્ષ પર બનેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'મોતીબાગ'ને ઓસ્કર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે સુદુર પહાડી જનપદ પૌડીના ખેડૂતના જીવન સંઘર્ષ પર બનેલી આ ફિલ્મના ડિરેક્ટર નિર્મલ ચંદ્ર ડંડરિયાલને શુભેચ્છા આપી હતી.
મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ ફિલ્મના નામાંકિત થવા પર પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ ફિલ્મ યુવાઓને ગામમાં રહીને સેવા કરવાની પ્રેરણા આપશે તેમજ પલાયન રોકવાની દિશામાં પણ મદદરુપ થશે.
આ ફિલ્મનું નિર્દેશન ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્મલ ચંદ્ર ડંડરિયાલે કર્યું છે. આ ફિલ્મમાં વિદ્યાદત્ત શર્માએ જ પોતાનો રોલ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ એ પણ કહ્યું હતું કે અમારો પરંપરાગત વ્યવસાય કૃષિ તેમજ પશુપાલન રહ્યો છે. આ ફિલ્મ યુવાઓનું પલાયન રોકવામાં મદદરુપ થશે.
