કાન ફિલ્મ ફેસ્ટિવલ 2022: આર માધવનની રોકેટરી સહિત આ 6 ફિલ્મો કાનમાં પ્રદર્શિત થશે
Live TV
-
આ 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'માં બોલીવુડના સેલેબ્સ પણ હાજરી આપશે. સાથે જ દિપિકા પાદુકોણને આ વર્ષે જૂરી મેમ્બર બનાવી છે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે કેટલાક દેશોની અલગ- અલગ ફિલ્મો બતાવવામાં આવે છે. આ યાદીમાં આર માધવનની ફિલ્મ રોકેટ્રી - ધ નામ્બી ઈફેક્ટ પણ સામેલ છે. ભારત તમિલ, હિન્દી, મલયાલમ, મરાઠી અને મિસિંગ ભાષાઓમાં ફિલ્મો રજૂ કરશે. 'રોકેટરી' ઉપરાંત 'ગોદાવરી' (મરાઠી), 'બુમ્બા રાઈડ' (મિશિંગ), 'ટ્રી ફુલ ઓફ પોપટ' (મલયાલમ), 'ધુઈન' (હિન્દી, મરાઠી) અને 'આલ્ફા બેટા ગામા' (હિન્દી) છે.
રોકેટરી - ધ નામ્બી ઇફેક્ટ
આર માધવનની ફિલ્મ રોકેટરી- ધ નામ્બી ઇફેક્ટને કાનમાં દર્શાવવામાં આવશે. આ ફિલ્મ વૈજ્ઞાનિક નામ્બીના જીવન પર આધારિત છે. નામ્બી ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ ઇન્જીનીયર હતા. માધવન આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં માધવન જ ડાયરેક્ટર અને પ્રોડયૂસર છે.
ગોદાવરી
નિખિલ મહાજને બનાવેલી મરાઠી ફિલ્મ ગોદાવરી કાન 2022માં દર્શાવવામાં આવશે. ફિલ્મની વાર્તામાં એક પરિવાર ઉપર છે, જે મોતના દર્દ માં રહે છે, એક મોત જેને તેઓ જાણે છે અને બીજા માટે તે તૈયાર નથી.
અલ્ફા, બીટા, ગામા
ડાયરેક્ટર શંકર શ્રીકુમારે બનાવેલ ફિલ્મ અલ્ફા, બીટા, ગામા એક હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મમાં એક જય નામના શખ્સની વાર્તા છે. જેનું કરિયર ખરાબ ચાલે છે, સાથે જ તેનો લગ્નજીવન પણ લગભગ ખરાબ થઇ ગયો છે.
બૂમ્બા રાઇડ
અસમની ફિલ્મ બૂમ્બા રાઇડ કાન 2022માં દર્શાવવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન બિસ્વજીત બોરાએ કર્યું છે. આ ફિલ્મ રુરલ ઇન્ડિયાના એજ્યુકેશન સીસ્ટમ પર આધારિત છે. આ ફિલ્મ અસમની બહ્મપુત્ર નદીના કિનારે શુટ થઇ છે.
ભારત 2 વર્ષ પછી 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'માં જોડાઈ રહ્યું છે
કેટલીક ભારતીય ફિલ્મોનું વર્લ્ડ પ્રીમિયર થશે. 'ઓલિમ્પિયા સ્ક્રીન' સિનેમા હોલ ફિલ્મોના સ્ક્રીનિંગ માટે ભારતને સમર્પિત છે. 'અનરિલીઝ્ડ મૂવીઝ'ની શ્રેણી હેઠળ પાંચ ફિલ્મો બતાવવામાં આવશે. આર માધવનની રોકેટરી સહિતની કેટલીક ભારતીય ફિલ્મો વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવી છે. પ્રખ્યાત અભિનેતા કમલ હસનની આગામી ફિલ્મ 'વિક્રમ'નું ટ્રેલર 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં લોન્ચ કરવામાં આવશે. ભારત 2 વર્ષ પછી 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'માં જોડાઈ રહ્યું છે, કમલ હાસને ટ્વીટ કર્યું હતું કે, "વિસ્ટાવર્સ અને લોટસ મેટા એન્ટરટેઈનમેન્ટના સહયોગથી 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં વિક્રમ NFT અને ટ્રેલર લૉન્ચ કરવાની જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે." કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષ પછી ભારત એક ગાલા ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યો છું. ફિલ્મો ઉપરાંત, ઘણા ભારતીય કલાકારો અને સેલેબ્સ આ કાર્યક્રમમાં ચમકશે તેવી અપેક્ષા છે.
