ગુજરાત ફીલ્મ "ઢ"ને મળ્યો નેશનલ એવોર્ડ
Live TV
-
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પાર્દેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો છે. મનીષ સૈની દ્વારા દિગદર્શિત આ ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પાર્દેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો છે. મનીષ સૈની દ્વારા દિગદર્શિત આ ફિલ્મને એવોર્ડ આપવામાં આવ્યો છે. શુક્રવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’એ મેદાન માર્યું હતું. આ ફિલ્મ ભવન્સ કોલેજમાં ઉભા કરાયેલા સેટ પર ત્રણ સતત 12 – 12 કલાક કામ કરીને તૈયાર કરવામાં આવી હતી. જેમાં એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનીષ સૈનીએ દિગદર્શનનું કાર્ય સંભાળ્યું હતું.
આ ફિલ્મમાં નસરુદ્દીન શાહ એક જાદુગરના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ જ્યારે બનાવવાનું નક્કી કર્યું ત્યારે ડાયરેક્ટર મનીષ સૈનીના ખિસ્સામાં માત્ર 50,000 રૂપિયા હતા. તે નરસુદ્દીન શાહને રોલ પેટે ફી પર ચુકવી શકે તેમ ન હતા. આમછતાં તેમણે નસરુદ્દીન શાહને સ્ક્રિપ્ટ મોકલાવી હતી. નરસુદ્દીન શાહને સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી. તેમણે આ ફિલ્મ કરવા તૈયારી બતાવી. તેમણે મહેનતાણા વિશે કહ્યું કે ‘એવોર્ડ મિલે તો પૈસા દે દેના’. અને આ ફિલ્મમાં અદાકારી કરી. આમ આ ફિલ્મને એવોર્ડ મળશે જ તે નરસુદ્દીનને પહેલેથી અંદાજ આવી ગયો હતો. આ રીતે તેમણે મનીષ સૈનીને ફિલ્મ દિગદર્શિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.