જાણીતા ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે હૃદય રોગના કારણે નિધન
Live TV
-
જાણીતા ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે હૃદય રોગના કારણે નિધન થયું છે. આજે સવારે તબિયત લથડતા તેમને મુંબઇની કુપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો..તેઓ ઘણી ટીવી સિરિયલમાં કામ કરી ચુક્યા હતા. તેઓ 'બિગ બોસ 13'ની સીઝન વિજેતા પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે 'ખતરો કે ખિલાડી 7' રિયાલિટી શો જીત્યો હતો. સિરિયલ 'બાલિકા વધૂ'ને કારણે તેઓ ઘરે-ઘરે લોકપ્રિય થયા હતા. ટીવી સિરિયલ, રિયાલિટી શૉ ઉપરાંત ઘણી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું..તેમનો જન્મ 12 ડિસેમ્બર 1980ના મુંબઇમાં થયો હતો, પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ત્યાર બાદ કેટલાક ટીવી શૉમાં કામ કર્યું અને છેલ્લા દિવસ સુધી તેઓ કાર્યરત હતા અને સોશિયલ મીડિયા પર એક્ટીવ હતા.
