ત્રીજો જમ્મુ ફિલ્મ મહોત્સવ આજથી જમ્મુના અભિનવ થિયેટરમાં શરૂ થશે
Live TV
-
ત્રીજો જમ્મુ ફિલ્મ મહોત્સવ આજથી જમ્મુના અભિનવ થિયેટરમાં શરૂ થશે. સમાચાર માધ્યમો સાથેની વાતચીતમાં ફિલ્મ મહોત્સવના નિયામક રાકેશ રોશન ભટ્ટે જણાવ્યું કે, તેમાં 11 દેશોની 50થી વધારે ફીચર ફિલ્મો, લઘુ ફિલ્મો અને દસ્તાવેજી ફિલ્મો દર્શાવવામાં આવશે. તેમણે કહ્યું કે, ફિલ્મ અને રંગમંચની જાણીતી હસ્તી એમ.કે.રૈના અતિથિ હશે.
