'ધુરંધર: ધ રિવિંજ'નો દબદબો: પેઈડ પ્રિવ્યૂમાં કરોડો રૂપિયાની કમાણી કરી
Live TV
-
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ' અત્યારે સોશિયલ મીડિયાથી લઈને સિનેમાજગત સુધી દરેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બની છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આગામી 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ તેના ક્રેઝને જોતા મેકર્સ દ્વારા 18 માર્ચે રાખવામાં આવેલા 'પેઈડ પ્રિવ્યૂ'એ કમાણીના તમામ સમીકરણો બદલી નાખ્યા છે.

એડવાન્સ બુકિંગમાં તોફાની તેજી
ફિલ્મ રિલીઝ થવાને હજુ 10 દિવસ બાકી છે, તેમ છતાં ટિકિટ બારી પર પડાપડી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે અત્યાર સુધીમાં 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી એડવાન્સ બુકિંગ દ્વારા કરી લીધી છે. દેશભરમાં ઉપલબ્ધ 65,000 શોમાંથી અત્યાર સુધીમાં 12 લાખથી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે. પ્રીમિયર શો માટે અત્યાર સુધીમાં 8 લાખ રૂપિયાનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, તેલુગુ અને તમિલ એમ પાંચેય ભાષાઓનો સમાવેશ થાય છે.મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ટિકિટોનો સૌથી વધુ ક્રેઝ
મેકર્સે આ વખતે પેઈડ પ્રિવ્યૂ માટે ટિકિટના ભાવ 400 રૂપિયાથી લઈને 2400 રૂપિયા સુધી રાખ્યા છે. આટલા ઊંચા ભાવ હોવા છતાં દિલ્હી-એનસીઆર અને મુંબઈના મોટાભાગના થિયેટરોમાં વીઆઈપી અને એક્ઝિક્યુટિવ સેક્શન હાઉસફુલ થઈ ગયા છે. આ ફિલ્મે પેઈડ પ્રિવ્યૂમાં શાહરૂખ ખાનની 'ચેન્નઈ એક્સપ્રેસ' (જેણે 6.75 કરોડની કમાણી કરી હતી) નો રેકોર્ડ પણ જોખમમાં મૂકી દીધો છે.
શું 'ધુરંધર'નો 1300 કરોડનો રેકોર્ડ તૂટશે?
રણવીર સિંહની અગાઉની ફિલ્મ 'ધુરંધર' એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો હતો:ઓપનિંગ ડે કલેક્શન: 27 કરોડ રૂપિયા.
ભારતમાં કુલ કમાણી: 1000 કરોડ (ગ્રોસ).
વૈશ્વિક કમાણી: 1300 કરોડ રૂપિયા.
નિષ્ણાતોનું માનવું છે કે જો 'ધુરંધર: ધ રિવિંજ' પેઈડ પ્રિવ્યૂમાં આ જ ગતિએ કમાણી કરશે, તો તે માત્ર 19 માર્ચની ઓપનિંગમાં જ નહીં, પરંતુ લાઈફટાઈમ કલેક્શનમાં પણ જૂની 'ધુરંધર'નો રેકોર્ડ તોડી નાખશે.
ફિલ્મની ખાસિયતો:
મુખ્ય કલાકાર: રણવીર સિંહ.
નિર્દેશક: આદિત્ય ધર.
રિલીઝ ડેટ: 19 માર્ચ, 2026.
પેઈડ પ્રિવ્યૂ: 18 માર્ચ, 2026.