પ્રધાનમંત્રીએ એક્ટર વિવેકનાં નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું, ‘જાણીતા એક્ટર વિવેકનાં અકાળે નિધનથી અનેક લોકો શોકમગ્ન થયા છે. તેમનું કોમિક ટાઈમિંગ અને બુદ્ધિચાતુર્યભર્યા સંવાદો લોકોને મનોરંજન આપતા હતા. ફિલ્મો અને જીવનમાં એમ બંનેમાં તેઓ પર્યાવરણ અને સમાજ અંગેની ચિંતા વ્યક્ત કરતા હતા. તેમના પરિવારજનો, મિત્રો અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.”
