પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાને કરી આત્મહત્યા
Live TV
-
બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના નિવાસ સ્થાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા બોલિવુડ સહિત તેમના પ્રશંસકોમાં ઉંડો શોક છવાઈ ગયો છે. 34 વર્ષિય અભિનેતા સુશાંત સિંહ રાજપુતે ડિપ્રેશનના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, અને હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. તેઓ બિહારના પટનાના રહેવાશી હતાં. તેમને "કિશ દેશ મે હૈ મેરા દિલ" અને "પવિત્ર રિશ્તા" સિરીયલથી પોતાના અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમણે કાઈપો છે. શુદ્ધ દેશી રોમાંસ, P.K, રાબતા, ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી, તેમજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બોયપીક ફિલ્મમાં , સફળ અભિનય કર્યો હતો. સુશાંત સિંહે દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો હતો.
