Skip to main content
Settings Settings for Dark

બોલિવુડના જાણીતા અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિકનું થયું નિધન

Live TV

X
  • અભિનેતા તરીકે તેમને 1987માં આવેલી મિસ્ટર ઈન્ડિયા ફિલ્મના તેમના કેલેન્ડરના પાત્રથી ઓળખ મળી હતી

    બોલિવુડના જાણીતા અભિનેતા અને ડિરેક્ટર એવા સતીશ કૌશિકનું આજે સવારં 67 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમના મોત અંગે શ્રદ્ધાંજલિ આપતા તેમના મિત્ર અનુપમ ખેરે ટ્વિટ કરી લખ્યું છે કે, જાણું છું કે મૃત્યુ જ દુનિયાનું છેલ્લું સત્ય છે. પરંતુ આ વાત જીવતા જ ક્યારેક મારા પરમ મિત્ર સતીશ કૌશિક માટે લખીશ, તે સપનાંમાં પણ વિચાર્યું ન હતું. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. તારા ગયા પછી લાઈફ પહેલા જેવી નહીં રહે.. ઓમ શાંતિ.. સતીશ કૌશિકના અચાનક નિધનથી સમગ્ર બોલિવુડ શોકમાં ગરકાવ થઈ ગયું છે. 

    સતીશ કૌશિક બોલિવુડના જાણીતા અભિનેતા, કોમેડિયન, સ્ક્રીપ્ટ રાઈટર, નિર્દેશક અને નિર્માતા પણ હતા. બોલિવુડમાં આવતા પહેલા તેમણે થિયેટરમાં પણ કામ કર્યું છે. અભિનેતા તરીકે તેમને 1987માં આવેલી મિસ્ટર ઈન્ડિયા ફિલ્મના તેમના કેલેન્ડરના પાત્રથી ઓળખ મળી હતી. બે દિવસ પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર જાવેદ અખ્તરના ઘરે ઉજવેલી હોળીના કેટલાંક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. તેમના મોતના સમાચાર પછી બોલિવુડ સેલિબ્રિટીઝ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply