રજનીકાંત થલાઈવર@173માં મચાવશે ધમાલ, એપ્રિલથી શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
Live TV
-
દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે પોંગલના તહેવાર નિમિત્તે ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાને ઉમટી પડેલા ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ તકે તેમણે પોતાની આગામી ફિલ્મ વિશે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, નિર્દેશક સિબી ચક્રવર્તી સાથેની તેમની આગામી ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થઈ જશે.

ખેડૂતો માટે ખાસ સંદેશ
રજનીકાંતે મીડિયા સાથે વાત કરતા દરેકને પોંગલની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ખેડૂતોનું મહત્વ સમજાવતા કહ્યું કે, "ખેડૂતો આ દેશની કરોડરજ્જુ છે. જો તેઓ ખુશ હશે તો જ દુનિયાના બાકીના લોકો ખુશ રહી શકશે."ફિલ્મની ખાસિયતો: કમલ હાસન અને રજનીકાંતનો સાથ
પ્રોડક્શન: આ ફિલ્મનું નિર્માણ દિગ્ગજ અભિનેતા કમલ હાસનના પ્રોડક્શન હાઉસ 'રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલ' (RKFI) દ્વારા કરવામાં આવી રહ્યું છે.શૈલી: રજનીકાંતે ખાતરી આપી છે કે આ એક પ્યોર 'કોમર્શિયલ એન્ટરટેઈનર' ફિલ્મ હશે.
મ્યુઝિક: ફિલ્મનું સંગીત યુવા સનસનાટી અનિરુદ્ધ આપશે.
ટેગલાઈન: આ ફિલ્મની ટેગલાઈન 'Every family has a hero' રાખવામાં આવી છે, જે ચાહકોમાં ઉત્સુકતા વધારી રહી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મનું નિર્દેશન સુંદર સી. કરવાના હતા, પરંતુ અગમ્ય કારણોસર તેમણે પ્રોજેક્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ હવે સિબી ચક્રવર્તીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.