વેવ્સ મીડિયા રજિસ્ટ્રેશનનું અંતિમ કાઉન્ટડાઉનઃ સબમિટ કરવા માટે માત્ર 5 દિવસ બાકી
Live TV
-
પત્રકારો, ફોટોગ્રાફરો, કેમેરાપર્સન્સ તેમજ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક ગોલ્ડન અવસર.
મુંબઈમાં આવનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ એટલે કે WAVES 2025 માટે હવે મીડિયા પ્રતિનિધિઓ માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. સમિટ 1 થી 4 મે વચ્ચે યોજાનારી છે. પત્રકારો, ફોટોગ્રાફરો, કેમેરાપર્સન્સ તેમજ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ એક ગોલ્ડન અવસર છે.
માટે નોંધણી પહેલા, આવશ્યક દસ્તાવેજોની સૂચિ તૈયાર રાખવી ખૂબ જ જરૂરી છે. જેમાં શામેલ છે:
કરાયેલ ઓળખપત્રસરકાર દ્વારા જાહેર
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- કામના નમૂનાઓ (દસ સ્ક્રીનશોટ, લિંક કે ક્લિપિંગ્સ)
- આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા દસ્તાવેજ
- મીડિયા જોડાણનો પુરાવો – જેનો સમાવેશ સંગઠન ID અને સંપાદકના પત્રમાં થાય છે કે પછી ફ્રીલાન્સર માટે સેલ્ફ-ડિક્લેરેશન લેટર
- અરજી માટે વેબસાઇટ છે: https://app.wavesindia.org/register/media
એમએન્ડઈ ક્ષેત્ર માટે આ સમિટ ભારત સરકાર દ્વારા આયોજિત એક વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ છે – જે પ્રિન્ટ, ટીવી, ફિલ્મ, ડિજિટલ મીડિયા, એનિમેશન, જનેરેટિવ એઆઈ, સાઉન્ડ, મ્યુઝિક અને વધુ અનેક ક્ષેત્રોને જોડશે. યાદ રહે – અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ, 2025 રાત્રે 11:59 સુધી. પાછળ ન રહેવું હોય તો, આજે જ નોંધણી કરો અને મજબૂત દસ્તાવેજો સાથે આપની અરજી મોકલો.