શ્રીદેવીના પાર્થિવ દેહને આજે દુબઈથી મુંબઇ લવાશે
Live TV
-
મુંબઈ સ્થિત શ્રીદેવીના નિવાસસ્થાને ચાહકોના ટોળે-ટોળા ઉમટ્યા, શ્રીદેવીના અચાનક નિધનથી બોલિવુડ, રમત-ગમત, નેતાઓ સહિતના લોકોએ અર્પી શ્રદ્ધાંજલિ
અભિનેત્રી શ્રીદેવીના દુબઈમાં થયેલા દુઃખદ મોત અંગેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સોમવાર મોડી રાત્રે દુબઈ પોલીસે તેમના પતિ બોની કપૂરનું નિવેદન નોંધ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હતું કે, શ્રીદેવીનું મોત બેભાન અવસ્થામાં આકસ્મિકરૂપે બાથટબમાં ડૂબવાથી થયું હતું. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, આ મોતની પાછળ કોઈ ગુનાહીત ષડયંત્ર નહોતું. જોકે આ પૂર્વેનાં અહેવાલોમાં જણાવાયું હતું કે, શ્રીદેવીનું મોત કાર્ડિયાક અરેસ્ટને લીધે થયું હતું. દુબઈ પોલીસે આ કેસને દુબઈ પબ્લિક પ્રોસિક્યુડટરને સોંપ્યો છે, જે આવા મામલાઓમાં કાયદેસરની પ્રક્રિયા સંભાળે છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ શ્રીદેવીનાં પાર્થિવ દેહને ,ભારત લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સૂરીએ જણાવ્યું કે, દિવંગત અભિનેત્રીનાં પાર્થિવ દેહને ભારત લાવવા માટે ભારતીય દુતાવાસ યુએઈનાં, સ્થાનિક પ્રશાસન સાથે મળીને, કામગીરી કરી રહ્યું છે.
કરોડો ચાહકોને આઘાત પહોંચાડી અચાનક જગતને અલવિદા કરી દેનાર ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને આજે મુંબઇ લવાશે. બોલિવૂડમાં મિસ હવા-હવાઇ નામથી જાણીતી શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથએ દુબઇ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે અચાનક હ્રદય રોગનો હુમલો થતાં 54 વર્ષની ઉંમરે તેમું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી ફેલાઇ છે.
શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડ અને ચાહકો રાહ જોઈ રહ્યાં છે. શ્રીદેવીના પાર્થિવ દેહને પ્રાઈવેટ જેટમાં લવાય તેવી શક્યતા છે. મુંબઈના વર્સોવામાં બોની કપૂરના બંગલામાં શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાશે ત્યારબાદ વીર્લે પાર્લેમાં તેમના અંતિમ વિધી કરવામાં આવશે.
મુંબઈમાં શ્રીદેવીની અંતિમ વિદાયની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. શ્રીદેવીનો મનપસંદ રંગ સફેદ હતો. તે હંમેશા પરિવાર અને નિકટના સભ્યોને કહેતી હતી કે, તેના અંતિમ સમયે બધુ જ સફેદ રંગનું હોય. આથી જ અંતિમ યાત્રામાં દરેક વસ્તુઓ સફેદ રંગની રાખવામાં આવી છે. ઘરના પડદા પણ સફેદ રંગના લગાવવામાં આવ્યા છે. ફૂલો પણ સફેદ મંગાવવામાં આવ્યા છે.
બોલિવુડની 'ચાંદની'એ તેમના ચાહકોના દિલમાં સ્થાન બનાવી અચાનક દુનિયા છોડી દેતા હવે ફિલ્મી જગતમાં સન્નાટો છવાઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક