સતત શૂટિંગ શિડયૂલને કારણે અજય દેવગણને બિમારી, શુ છે બિમારી ?
Live TV
-
અજય દેવગણ અત્યારે પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલની શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાના સતત શૂટિંગ શિડયૂલને કારણે અજય દેવગણને એક બીમારી થઇ ગઇ છે.
અજય દેવગણ અત્યારે પોતાની આગામી ફિલ્મ ટોટલ ધમાલની શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાના સતત શૂટિંગ શિડયૂલને કારણે અજય દેવગણને એક બીમારી થઇ ગઇ છે. અજય દેવગણને ટેનિસ એલ્બોની ફરિયાદ છે અને તેની સારવાર માટે જર્મની જવાનો છે. અજયને ટેનિસ એલ્બોની સારવાર કરાવવા જર્મની જવાની સલાહ અભિનેતા અનિલ કપૂરે આપી છે. અનિલ કપૂર પણ આ ગંભીર સમસ્યાથી પીડિત હતો. ટોટલ ધમાલમાં અનિલ કપૂર અજય દેવગણનો કો-સ્ટાર છે. અજયને અત્યારે એટલી બધી તકલીફ થઇ રહી છે કે તે પોતે જાતે પોતાનો કોફીનો કપ પણ ઉઠાવી નથી શકતો. કોણીનાં હાડકાં તથા માંસપેશીઓ પર દબાણ પડવાને કારણે ટેનિસ એલ્બોની બીમારી લોકોને થાય છે.