સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી, આરોપીએ 2 કરોડની કરી માંગણી
Live TV
-
સલમાન અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો હતા
સલમાન ખાનને ફરી એકવાર ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જો કે ધમકી આપનાર વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. તાજેતરમાં જ પોલીસે સલમાન ખાનને ધમકી આપવા બદલ નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. સલમાન ખાન હાલમાં રિયાલિટી શો 'બિગ બોસ 18' નું શૂટિંગ કરી રહ્યો છે. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડ સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરવા માટે બહુવિધ વ્હોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
કાળા હરણના શિકારને કારણે બિશ્નોઈ ગેંગના નિશાના ઉપર
નોંધનીય છે કે આ પહેલા પણ ઝારખંડના એક વ્યક્તિએ સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ મોકલીને માફી માંગી હતી. પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવતા આ વ્યક્તિએ કેસ પતાવવા માટે 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. 1990 ના દાયકામાં કથિત કાળા હરણના શિકારને કારણે સલમાન લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના ઉપર છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ સલમાનના નજીકના મિત્ર અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં તેમની ઓફિસ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સલમાન અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો હતા
બાબા સિદ્દીકી અગાઉ કોંગ્રેસના નેતા હતા. આ પછી તેઓ NCP માં જોડાયા હતા. 12 ઓક્ટોબરે અજાણ્યા શખ્સોએ તેની હત્યા કરી નાખી હતી. તો સલમાન અને બાબા સિદ્દીકી ગાઢ મિત્રો હતા. બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીને હાઈપ્રોફાઈલ ઈવેન્ટ્સમાંની એક ગણવામાં આવતી હતી. તે બાબા સિદ્દીકી હતા જેમણે 2013 માં આયોજિત તેમની એક ઇફ્તાર પાર્ટીમાં બોલિવૂડના બે સૌથી મોટા સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન વચ્ચે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત લાવ્યો હતો. બંને ખાન વચ્ચે 5 વર્ષ સુધી ચાલેલા આ ઝઘડાએ સમગ્ર બોલિવૂડને બે જૂથોમાં વહેંચી દીધું હતું. બાબા સિદ્દીકીની પાર્ટીમાં બંનેએ એકબીજાને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી.