સલીમ ખાનને અપાશે ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો પુરસ્કાર
Live TV
-
માહિતી તથા પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે આ જાહેરાત કરી હતી. ગોવામાં ફિલ્મોત્સવના સમાપન સમારોહમાં સલીમ ખાનને રૂપિયા દસ લાખ રોકડા, પ્રમાણપત્ર તથા શાલ આપી સન્માનિત કરવામાં આવશે.
પ્રખ્યાત ફિલ્મ પટકથા લેખક સલીમ ખાનને હિન્દી ફિલ્મ જગતમાં અનોખા યોગદાન બદલ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવનો વિશેષ પુરસ્કાર અર્પિત કરવામાં આવશે. ગોવામાં ચાલી રહેલા 49માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવની આવતીકાલે પૂર્ણાહૂર્તિ થશે. માહિતી તથા પ્રસારણ મંત્રી કર્નલ રાજ્યવર્ધન રાઠોડે ગઇકાલે આ જાહેરાત કરી હતી. ગોવામાં ફિલ્મોત્સવના સમાપન સમારોહમાં સલીમ ખાનને આવતીકાલે રૂપિયા દસ લાખ રોકડા, પ્રમાણપત્ર તથા શાલ આપી સન્માનિત કરવામાં આવશે. સલીમ ખાને પટકથા લેખક તથા ગીતકાર જાવેદ અખ્તર સાથે શોલે તથા ઝંઝીર જેવી સુપર ડુપર હિટ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી હતી. સિલ્વર સ્કીન પર ,અમિતાભ બચ્ચનને, એન્ગ્રીયંગમેન આપવાનું શ્રેય સલીમ ખાનને ફાળે જાય છે. બીગ બી માટે બંને લેખકોએ પ્રથમ ફિલ્મ ઝંઝીરની પટકથા લખી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચનની મોટાભાગની હિટ ફિલ્મોના સંવાદ, કથા પટકથા સલીમ જાવેદે લખી હતી. બંનેની જોડીએ બોલીવૂડને સતત 12 હિટ ફિલ્મો આપી હતી.
