'સાત પગલાં આકાશમાં' નવલકથાના લેખિકા કુંદનિકા કાપડિયાનું દેહાવસાન
Live TV
-
સાત પગલાં આકાશમાં નામની પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાના લેખિકા અને મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું વલસાડ નજીક આવેલા નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. નોંધનીય છે કે, કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
કુંદનિકા કાપડિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
