સાસણની જેમ જ નિયમો સાથે ગીરનારમાં સિંહ દર્શનની શરૂઆત કરવામાં આવી
Live TV
-
ગીરનારમાં સિંહ દર્શનની શરૂઆત કરવામાં આવી છે. આ સફારી દરમિયાન નિયમો સાસણની જેમ જ રહેશે. દરરોજની આઠ પરમીટ કાઢવામાં આવશે. જેમાં સવારે ચાર અને સાંજે ચાર પરમીટ અપાશે. પ્રવાસીઓને ગિરનારમાં સિંહ દર્શન માટે 800 રૂપિયા પરમીટ ચાર્જ 1700 રૂપિયા ભાડું અને 400 રૂપિયા ગાઈડના એમ કુલ મળી 2900 રુપિયા ચાર્જ ચુકવવાનો રહેશે. પ્રવાસીઓ માટે શરૂઆતના તબક્કામાં કરંટ પરમિટ પણ ઉપલબ્ધ રહેશે. પરંતુ બાદમાં ઓનલાઇન પરમીટ જ મેળવવાની રહેશે.
