સોનમ કપૂર બની આનંદમય, આનંદ આહુજા સાથે પંજાબી વિધિથી ફેરા
Live TV
-
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તથા સોનમ કપૂરે 8 મેના રોજ પંજાબી વિધિથી લગ્ન કર્યાં હતાં.
સોનમ કપૂર બની આનંદમય, આનંદ આહુજા સાથે પંજાબી વિધિથી ફેરા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તથા સોનમ કપૂરે 8 મેના રોજ પંજાબી વિધિથી લગ્ન કર્યાં હતાં. સોનમ તથા આનંદ પંજાબી સ્ટાઈલમાં તૈયાર થયા હતાં. સોનમ કપૂરની માસી કવિતા સિંહના બંગલામાં આ લગ્ન યોજાયા હતાં. લગ્નની થીમ વ્હાઈટ તથા પિંક હતી. લગ્ન વેન્યૂને પીંક તથા વ્હાઈટ ફ્લાવરમાં સજાવવામાં આવ્યું હતું. લગ્નમાં સામેલ મહેમાનોનો પણ આ જ થીમ પ્રમાણે આઉટફિટ પહેરીને આવ્યા હતાં.
સોનમ લાગી મહારાણીઃ
રેડ લહેંગા-ચોલીમાં સોનમ કપૂરનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. તો આનંદ આહુજા પણ સાફા સાથે સોહામણો લાગતો હતો. આનંદ આહુજા, હર્ષવર્ધન તથા અનિલ કપૂરે ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોળે ડિઝાઈન કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં. જ્યારે સોનમ કપૂરે ડિઝાઈનર અનુરાધા વકીલે તૈયાર કરેલાં આઉટફિટ પહેર્યાં હતાં.જોવા મળ્યાં આ સેલેબ્સઃ
સોનમ-આનંદના લગ્નમાં કપૂર પરિવાર સિવાય કરિના-સૈફ-તૈમુર-કરિશ્મા, અમિતાભ બચ્ચન-શ્વેતા, જેક્લીન ફર્નાન્ડિઝ, સ્વરા ભાસ્કર, કરન જોહર, મસાબા ગુપ્તા, આલિયા ભટ્ટ, રણબીક કપુર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.
સાંજે યોજાયુ રિસેપ્શનઃ
આઠ મેના રોજ રાત્રે આઠ વાગે હોટલ ધ લીલામાં આનંદ તથા સોનમ કપૂરનુ રિસેપ્શન યોજાયુ. જેમાં 300થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કરિના-સૈફ-તૈમુર-કરિશ્મા, અમિતાભ બચ્ચન-શ્વેતા, જેક્લીન ફર્નાન્ડિઝ, સ્વરા ભાસ્કર, કરન જોહર, મસાબા ગુપ્તા, આલિયા ભટ્ટ, રણબીક કપુર, વરૂન ધવન, શાહરૂખ ખાન, ગૌરી ખાન સહિતના સેલેબ્સ આવ્યા હતાં.