22મી નવેમ્બરે દેશભરના સિનેમા ગૃહમાં ગુજરાતી ફિલ્મ "ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની" થશે રજૂ
Live TV
-
22મી નવેમ્બરે દેશભરના સિનેમા ગૃહમાં ગુજરાતી ફિલ્મ "ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની" થશે રજૂ
આગામી 22મી નવેમ્બરે દેશભરના સિનેમા ગૃહમાં વધુ એક ગુજરાતી ફિલ્મ "ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની" ફિલ્મ રજૂ થઈ રહી છે. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ઘણી જાણીતી હસ્તીઓએ પોતાનો અભિનય આપ્યો છે. આ ફિલ્મમાં મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈદનાની મુખ્ય ભૂમિકા જોવા મળશે. આ ફિલ્મ દિવ્યેશ દોશી અને જગત ગાંધી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં , મિત્ર ગઢવી અને સિદ્ધિ ઈદનાની ઉપરાંત આ ફિલ્મમાં હિતેન કુમાર, દેવર્ષિ શાહ ,સૂચિતા ત્રિવેદી ,જહાનવી ગુરુનાની, છાયા વોરા પ્રશાંત બારોટ અને ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ, પાથર્યા છે અને આ એક અનોખી ગુજરાતી ફિલ્મ સિનેમા ગૃહના પડદા પર કંડારી છે.
ફિલ્મની વાર્તા જહાનવી ચોપડા દ્વારા લખવામાં આવી છે અને સિદ્ધાર્થ-અમિત ભાવસારનું મ્યુઝિક આપવામાં આવ્યું છે, આમ આ એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે , જે પ્રત્યેક પરિવારમાં યુવા વયે પહોંચેલા યુવાનોના પ્રણય ત્રિકોણની પ્રેમ કહાની અને ગુજરાતી કલ્ચરને વાર્તા સ્વરૂપે રજુ કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતા જગત ગાંધીએ જણાવ્યું કે, ફિલ્મો દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની ભાષાને, એક નવા અભિગમથી રજૂ કરવામાં આવી છે જેના દ્વારા આવનારી પેઢીઓ સુધી આપણી ભાષા અને ગુજરાતી સમાજની પરંપરા જળવાઈ રહેશે.
ગુજરાતી સંસ્કૃતિની વાઇબ્રન્ટ પૃષ્ઠભૂમિ પર આધારિત, "ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની" એ રોમેન્ટિક ડ્રામા છે, જે એક મહત્વાકાંક્ષી અભિનેત્રી, ખુશખુશાલ મેટ્રિમોની એજન્સીના માલિક, રાઘવ અને યુ.કે. ના ઇન્વેસ્ટમેન્ટ બેંકર ,વેદના જીવનને એકસાથે વણે છે, જેમાં તેઓના પ્રેમ, સાંસ્કૃતિક સંઘર્ષો અને વ્યક્તિગત વિકાસને નેવિગેટ કરે છે.