'Cocktail 2'ના મંચ પર ક્રિતી સેનન અને રશ્મિકા મંદાનાની મીઠી નોકજોક, પ્રોડ્યુસરની ફેવરિટ બનવા જામી જંગ
Live TV
-
બોલિવૂડમાં કલાકારો વચ્ચેની લાઈમલાઈટની રેસ અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ રવિવારે રાત્રે મુંબઈના એક પોપ્યુલર હોટસ્પોટ પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘Cocktail 2’ ના મ્યુઝિક લોન્ચ અને મીડિયા મીટ દરમિયાન, ફિલ્મની બે લીડ એક્ટ્રેસ ક્રિતી સેનન અને રશ્મિકા મંદાના વચ્ચે પ્રોડ્યુસરની 'ફેવરિટ' કોણ છે તે બાબતે જાહેરમાં મજેદાર ટક્કર જોવા મળી હતી. જોકે, આ આખી નોકઝોક ખૂબ જ હળવા અંદાજમાં થઈ હતી, જેણે ત્યાં હાજર સૌ કોઈને પેટ પકડીને હસવા મજબૂર કર્યા હતા.
બોલિવૂડમાં કલાકારો વચ્ચેની લાઈમલાઈટની રેસ અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ રવિવારે રાત્રે મુંબઈના એક પોપ્યુલર હોટસ્પોટ પર કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘Cocktail 2’ ના મ્યુઝિક લોન્ચ અને મીડિયા મીટ દરમિયાન, ફિલ્મની બે લીડ એક્ટ્રેસ ક્રિતી સેનન અને રશ્મિકા મંદાના વચ્ચે પ્રોડ્યુસરની 'ફેવરિટ' કોણ છે તે બાબતે જાહેરમાં મજેદાર ટક્કર જોવા મળી હતી. જોકે, આ આખી નોકઝોક ખૂબ જ હળવા અંદાજમાં થઈ હતી, જેણે ત્યાં હાજર સૌ કોઈને પેટ પકડીને હસવા મજબૂર કર્યા હતા.
"આ મારું સોંગ લોન્ચ છે..." ક્રિતીના નિવેદન પર રશ્મિકાનો વાંધો
આ મજેદાર કિસ્સો ત્યારે શરૂ થયો જ્યારે ક્રિતી સેનને મીડિયાનું સ્વાગત કરતા મજાકમાં કહ્યું, "સૌથી પહેલા તો તમારા બધાનું 'મારા' સોંગ લોન્ચમાં સ્વાગત છે ગાય્ઝ." ક્રિતીની આ વાત સાંભળતા જ બાજુમાં ઉભેલી 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાનાએ તરત જ વિરોધ નોંધાવ્યો અને ક્રિતીને અધવચ્ચે અટકાવતા કહ્યું, "તારો મતલબ છે, 'મારા' સોંગ લોન્ચમાં?" વાત અહીં જ ન અટકી, રશ્મિકાએ ચપટી લેતા આગળ ઉમેર્યું, "સાચે તો આજે મારું ગીત લોન્ચ થઈ રહ્યું છે. અમે તો બસ તને ખુશ રાખવા માટે તારું ગીત બતાવી રહ્યા છીએ!"ક્રિતીનો જવાબ અને રશ્મિકાનું 'છાવા' કાર્ડ!
ક્રિતી સેનને પણ પોતાની આગવી સ્ટાઈલમાં રિપ્લાય આપતા રશ્મિકાની બોલતી બંધ કરવાનો પ્રયત્ન કર્યો. ક્રિતીએ કહ્યું, "બેબી, મેં મેડોક ફિલ્મ્સ (Maddock Films) સાથે 7 ફિલ્મો કરી છે અને આ મારી 8મી ફિલ્મ છે. મને નથી લાગતું કે મારે ખુશ રહેવા માટે કોઈના સપોર્ટની જરૂર છે, હું પહેલેથી જ ખૂબ ખુશ છું." પરંતુ રશ્મિકા પણ ક્યાં ઓછી ઉતરે તેમ ન હતી! તેણે પોતાની સુપરહિટ ફિલ્મ 'છાવા' (Chhaava) ના બોક્સ ઓફિસ કલેક્શનનો ઉલ્લેખ કરીને માહોલ વધુ ગરમાવ્યો. રશ્મિકાએ હસતા હસતા ટોણો માર્યો, "'છાવા' ના બોક્સ ઓફિસ નંબર્સ આવ્યા પછી, મને લાગે છે કે પ્રોડ્યુસરની ફેવરિટિઝમ થોડી બદલાઈ ગઈ છે!"'કબીર સિંહ' ની એન્ટ્રી અને મામલો શાંત!
જ્યારે બંને અભિનેત્રીઓ વચ્ચેની આ મધુર લડાઈ આગળ વધી રહી હતી, ત્યારે જ ફિલ્મના હીરો શાહિદ કપૂરે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શાહિદે બંને વચ્ચે આવીને તરત જ મધ્યસ્થીની ભૂમિકા ભજવી લીધી. શાહિદે સ્ટેજ સંભાળતા જ મજાકમાં કહ્યું, "મારા સોંગ લોન્ચમાં તમારું સ્વાગત છે." આ સાંભળીને બંને અભિનેત્રીઓએ એકસાથે તેને સુધારતા કહ્યું, "તારો મતલબ છે 'આપણા' સોંગ લોન્ચમાં." ત્યારે શાહિદે શાનદાર પંચ મારતા કહ્યું, "હા, મારો મતલબ આપણા સોંગ લોન્ચમાં જ... તમે બંને પોતપોતાના એક-એક ગીતમાં છો, પણ હું તો બંને ગીતોમાં છું!" શાહિદના આ જવાબથી ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા.2012ની સુપરહિટ 'કોકટેલ' ની સિક્વલ
તમને જણાવી દઈએ કે ‘Cocktail 2’ એ વર્ષ 2012માં આવેલી સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની સુપરહિટ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘Cocktail’ ની સિક્વલ છે. આ નવી ફિલ્મનું ડાયરેક્શન હોમી અદાજાનિયા કરી રહ્યા છે અને દિનેશ વિજન (મેડોક ફિલ્મ્સ) તેના પ્રોડ્યુસર છે. ફિલ્મમાં શાહિદ, ક્રિતી અને રશ્મિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
