Submitted by gujaratdesk on
દેશભરના કામદારોની સામાજિક સુરક્ષા મુદ્દે ,સરકારનો મહત્વનો નિર્ણય.ટેક્સ ફી ગ્રેચ્યુઈટીની મર્યાદા ,10 લાખથી વધારી 20 લાખ કરાઈ.સરકારી અને ખાનગી બંને ક્ષેત્રના કર્મચારીઓને મળશે ,લાભ. નિવૃત્તિ બાદની કામદારોની ચિંતા ,થઇ હળવી 2. ગરીબોના કેશલેસ ઈલાજ પર ,કેબિનેટે આપી ખુશ ખબર.સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના આયુષ્માન ભારતને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી..દર વર્ષે 10 કરોડથી વધુ ગરીબ પરિવારોને મળશે ,પાંચ લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય વીમા કવચ. 3. રેશમ ઉત્પાદન ક્ષેત્રે ,દેશને સ્વનિર્ભર બનાવવાની વિકાસ યોજનાને મંજૂરી.આગામી 3 વર્ષમાં ,એક કરોડ લોકોને રોજગારીનો કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીનો દાવો.પ્રથમવાર કૃષિ, ટેક્ષટાઇલ અને ગ્રામીણ વિકાસને, ડિજિટિલાઇઝેશન કરવા રચાઈ કાર્યરચના 4. આધાર મામલે સુપ્રિમ કોર્ટમાં, UIDAI ના સીઇઓએ આપ્યું ,પ્રેઝન્ટેશન - કહ્યું આધાર એક રાષ્ટ્રીય ઓળખ, સરકારી લાભકારી યોજનાઓનો ઉઠાવી શકાય છે રાષ્ટ્રવ્યાપી લાભ - બાયોમેટ્રીક ડેટા ક્યાંય નથી કરાતો શેયર 5. દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું ,થયું સફળ પરીક્ષણ.ઓછી ઊંચાઈ પર ,ઝડપથી ઉડવા ,અને રડારની નજરથી બચવાની ધરાવે છે ક્ષમતા.ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમે તૈયાર થઇ છે આ મિસાઈલ. 6. વિધાનસભામાં અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ.પ્રસ્તાવને કોંગ્રેસના 40 MLAનું સમર્થન.અવિશ્વાસ પ્રસ્તાવ પર ,સાત દિવસ થશે ચર્ચા.કોંગ્રેસના 3 ધારાસભ્યોના સસ્પેન્શન ,રદ કરાવવાના મુદ્દે ,મુકાયો અવિશ્વાસનો પ્રસ્તાવ. 7. અમદાવાદમાં 15 દિવસ થિયેટર ઓલિમ્પિક્સ અંતર્ગત ચાલશે, નાટ્ય શો.વિશ્વના મહાન રંગકર્મીઓને ,રજૂ કરવાનો ઉદ્દેશ.ગ્રીસથી શરૂઆત બાદ ,યજમાની કરનારું ,ભારત આઠમું રાષ્ટ્ર..થિયેટર આર્ટના વારસાને આગળ વધારવામાં અમદાવાદ પણ બનશે આઠમો સાક્ષી. 8. વિશ્વ જળ દિવસે પાણીનો બગાડ અટકાવવા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવી ડ્યુઅલ ફ્લશ સિસ્ટમને લોન્ચ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી..તો પાણી વપરાશ પર અંકુશ રાખવા જૂનાગઢવાસીઓએ લગાવ્યા વોટર મીટર. 9 પાણીના સંગ્રહ માટે વાપીના ચલા પ્રમુખ સોસાયટીના રહેવાસીઓએ કર્યો ,બોર રિચાર્જનો સફળ પ્રયોગ.તો, પાણીની કાયમી તંગી ભોગવતા રણકાંઠાના એકલવા ગામની ,અનોખી પહેલ.વરસાદી પાણીનો સંગ્રહ કરવા ધેર ધેર બનાવ્યા ભૂગર્ભ ટાંકા