Submitted by gujaratdesk on
1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આયુષ્માન ભારત કાર્યક્રમની પ્રસંશા, કહ્યું કે લોકોને સારુ સ્વાસ્થ્ય અને સુરક્ષા આપવા માટે કરવામાં આવી રહ્યાં છે અનેક પ્રયાસ. મન કી બાત કાર્યક્રમમાં યુવાનોને ફિટ ઈન્ડિયા આંદોલન હાથ ધરવા માટે કર્યું આહવાન.
2. પ્રધાનમંત્રીએ કહ્યું ખેડૂતોને મળી રહ્યો છે ટેક્નોલોજીનો સાથ, બજેટમાં ખેડૂતોને ટેકાના ભાવમાં દોઢ ગણા વધારાની જાહેરાતને ગણાવ્યો મોટો નિર્ણય, કહ્યું કે ખેડૂતોની આવક વઘારવા માટે ભરવામાં આવી રહ્યા છે અનેક મોટા પગલાં.
3. પ્રધાનમંત્રીએ યાદ કર્યા ભીમરાવ આંબેડકરને, તેમના ન્યુ ઈન્ડિયાના સપના માટે કહ્યું કે, બાબ સાહેબ આંબેડકરે ગરીબ અને પછાત વર્ગમાં જન્મનારને પણ પોતાના તેના સપના સાકર કરવાનો હક હોવાનું પૂરવાર કર્યું.
4. કૌશલ્ય વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાથી બેરોજગારીનો પ્રશ્ન હલ થવાની સાથે નવા ભારતનું નિર્માણ થવાનું જણાવતા મહામહીમ રાજ્યપાલ ઓ. પી. કોહલી - ભાવનગરની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીના પદવીદાન સમારોહને સંબોધન.
5. સિંચાઈ માટે પાણી પુરુ પાડવાની ખેડૂતોને હૈયાધારણ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પોષાય તેવા દરે ઉચ્ચ શિક્ષણ પૂરુ પાડવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોવાની રાજકોટમાં કરી વાત.
6. કેન્દ્રીય નીતિ આયોગ દ્વારા નિર્ધારીત પેરામીટર મુજબ મહાત્વાકાંક્ષી જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ થવા 'ટીમ નર્મદા' ને કેન્દ્રીય કાપડ અને માહિતી પ્રસારણમંત્રી સ્મૃતિ ઇરાનીનું આહવાન.
7. શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે રામનવમીનો તહેવાર - ચૈત્રી નવરાત્રિની શક્તિની ભક્તિ બાદ રામલલ્લાના જન્મની વધામણી કરતાં નાગરિકો - રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી શુભકામના