Submitted by gujaratdesk on
1. ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે-બે વર્ષની જેલ અને 50-50 હજારનો દંડ ફટકારતી વિસનગર કોર્ટ - હાઇ કૉર્ટમાં અપીલ માટે જામીન પર મુક્ત
2.ઊર્જા વિભાગમાં કામ કરતા કર્મચારીઓને 7મા પગાર પંચના તારીખ 1 જાન્યુઆરી 2016 થી 31 જુલાઇ એમ કુલ 19 મહિનાના બાકીના રૂપિયા 5.21 અબજ ચૂકવવાનો ગુજરાત કેબિનેટમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય.
3.કેન્દ્રીય નાણા પંચે આજી-1 ડેમની કરી મુલાકાત, સ્માર્ટ સિટી પ્રૉજેક્ટ અંતર્ગત કરાયેલ આઈવે સીસીટીવી પ્રૉજેક્ટનું કર્યું નિરીક્ષણ.સૌની યોજના ફેઝ 3નું કામ પૂર્ણ થશે ત્યારે સૌરાષ્ટ્રમાં પાણીની કટોકટી દૂર થશે તેવો નાણાં પંચના અધ્યક્ષ એન. કે. સિંહે વ્યક્ત કર્યો વિશ્વાસ
4.આજથી જયાપાર્વતીના વ્રતનો શ્રદ્ધા અને હર્ષોલ્લાસભેર પ્રારંભ.રાજ્યભરના શિવાલયોમાં શિવજીની પૂજા દ્વારા બાલિકાઓએ કરી મનવાંછિત પતિની કામના.
5.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુગાન્ડા સંસદને કરી સંબોધિત.યુગાન્ડાના સાંસદોને પણ મળ્યા.બંને દેશોએ ચાર સમજૂતિ કરાર પર કર્યાં હસ્તાક્ષર, ભારતે.યુગાન્ડાને અંદાજિત 20 કરોડ ડોલરની સહાય આપવાની કરી જાહેરાત.
6.ભાગેડુ આર્થિક અપરાધી ખરડો લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થતાં હવે ટૂંક સમયમાં બનશે કાયદો.આર્થિક અપરાધીઓની હવે ખેર નથી.સંપત્તિ અને અસ્ક્યામતો હવે ટાંચમાં લેવાશે.અપરાધીઓ ભાગી નહીં શકે.
7.પાકિસ્તાનમાં લોહિયાળ બની ચૂંટણી.ક્વેટામાં આત્મઘાતી બૉમ્બ હુમલામાં 35થી વધુ લોકોનાં મોત, 67 ઘાયલ, ઈમરાન ખાનના મતદાન અંગે વિવાદ.
