Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 05-06-2018

Live TV

X
Gujarati

1. વિશ્વ પર્યાવરણ દિવસ પર બીટ ધ પ્લાસ્ટિક પોલ્યુશનની થીમ પર સમગ્ર વિશ્વમાં ઉજવણી - સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતને સોંપાયું યજમાની પદ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ દિવસના કાર્યક્રમમાં કર્યું સંબોધન.

2. વિશ્વ પર્યાવરણ દિવસ નીમિત્તે ગુજરાત સરકારનો પ્લાસ્ટિક સામે જંગ - પ્લાસ્ટિક બોટલ્સને રિસાઇકલ કરી રિ યુઝ માટે , રાજ્યમાં 25 હજારથી વધુ બોટલ રિવર્સ વેન્ડિંગ મશીન મુકાશે - અઠવાડિયા સુધી ચાલશે પ્લાસ્ટિક હટાવો અભિયાન.

3. પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વાપરેલી બોટલની સામે સરકાર આપશે એક રૂપિયો - વડોદરા રેલ્વે સ્ટેશન પર એક વપરાયેલ બોટલની સામે પેટીએમમાં મળશે પાંચ રૂપિયા - તો, સુરેન્દ્રનગરના માલમપુર ગામની અનોખી સિધ્ધી - ગામની વસ્તી કરતા 5 ગણા વધારે વૃક્ષો.

4. વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણના ભાગ એવી 27 ગાયોના મોત - કચ્છ જીલ્લાના બેરાજા નજીર જામનગર એર ફોર્સનું જગુઆર ફાયટર પ્લેન ક્રેશ થતા મોત - ફરજ પરના પાયલોટ સંજય ચૌહાણનું ઘટના દરમિયાન મૃત્યુ.

5. બોગસ માર્ક શીટ મામલે ડાંગર કોલેજના હોમીયોપેથિ વિભાગના ડીન સહીત , 43 લોકોની ભૂમિકા શંકાસ્પદ - કોલેજના પ્રિન્સીપાલ, ટ્સ્ટી સહીત 3ની ધરપકડ - નકલી માર્ક શીટના આધારે 43 વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ.

6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ - દરેક ભારતીય પાસે પોતાના સ્વપ્નનું ઘર હોય , તે યોજનાનો ઉદ્દેશ્ય - અગાઉની સરકાર કરતાં 6 ગણા વધુ આવાસ મોદી સરકારમાં બન્યા.

7. આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી - સેનાને ઉશ્કેરવામાં આવશે તો જવાબી કાર્યવાહી જરૂર કરાશે એમ જણાવતા રક્ષામંત્રી નિર્મલા સીતારમણ - તો શેરડી પકવતા ખેડૂતો માટે સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવતા રામવિલાસ પાસવાન.

8. દિવ્યાંગોને પગભર કરી જીવન ધોરણ સુધારવા કાર્યરત છે અમદાવાદનું અંધજન મંડળ - સહાયરૂપ સાધન સામગ્રી સાથે કૌશલ્ય શીખવી , તેમને કરે છે પગભર - દિવ્યાંગ મહિલાઓ માટે શીખવે છે બ્યૂટી પાર્લરનો કોર્સ- કોમ્પ્યુટર કોર્સ બન્યો સૌથી લોકપ્રિય - દિવ્યાંગો માટે વિશેષ 7 કોર્સમાં અપાય છે તાલીમ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply