Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 06-06-2018

Live TV

X
Gujarati

1. સરકારે શેરડી પકવતા ખેડૂતો અને મિલો માટે 8 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ- બફર સ્ટોક માટે ખાંડ મિલોને એક વર્ષ અપાશે 1 હજાર 175 કરોડ - તો 3 લાખ સોલર સ્ટ્રીટ લાઈટ અને 25 લાખ સોલર સ્ટડી લેમ્પને આપી મંજૂરી.

2.બે કરોડથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોના વેતન ભથ્થામાં 56 ટકાનો વધારો- જયારે મોંઘવારી ભથ્થામાં અલગથી થશે વધારો- માંગ પૂરી થતા ગ્રામીણ ટપાલ સેવકોની હડતાળ હવે સમેટાશે- જીએસએલવી- 3 કાર્યક્રમો અંતર્ગત 4 હજર 338 કરોડ મંજૂર- હવે સેટેલાઈટ લોન્ચ કરવા ભારતની ક્ષમતામાં થશે વધારો.

3. આરબીઆઈની ધિરાણ નીતિ જાહેર- વ્યાજદરોમાં વધારો થતા હોમલોન, પર્સનલ લોન, કાર લોન થશે મોંઘી- જો કે જીડીપી દરમાં વૃધ્ધિ થતાં અર્થવ્યવસ્થામાં સુધારો- મોંઘવારી દર રહેશે નિયંત્રણમાં.

4. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઈનસોલવન્સી બેંક રપ્સી ખરડાને મળી મંજૂરી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી બાદ વટહુકમ કરાયો લાગુ- દેવાળિયા કંપનીઓના પ્રમોટરોની મુશ્કેલીમાં થશે વધારો.

5.ડ્રાઈવીંગ લાઈસન્સ વાહકો માટે ખુશીના સમાચાર- 7 જૂનથી રાજ્યમાં ગમે તે આરટીઓ પર લાયસન્સ કરી શકાશે રિન્યૂ- સારથી ચાર એપ્લિકેશનથી આધુનિક સારથીઓને મળશે સુવિધા.

6. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા સ્ટાર્ટ અપ લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ- સ્ટાર્ટ અપ શહેરથી વિસ્તરી હવે પહોંચ્યુ ગ્રામીણ કક્ષાએ- મોટી કંપનીઓ પણ એક સમયે સ્ટાર્ટ અપ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી.

7. દિવ્યાંગ ભાવિના પટેલે ખેલકૂદ જગતમાં દેશનું નામ કર્યું રોશન- સ્લોવેનિયામાં રમાનારી પેરા વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ટેબલ ટેનિસ રમી દેશનું પ્રતિનિધિત્વ કરશે- ટેબલ ટેનિસ ક્ષેત્રે ભારતમાં પ્રથમ જ્યારે વિશ્વમાં 12 માં રેન્ક ધરાવે છે ભાવિના.

8.રાજયના વલસાડ, તાપીમાં વહેલી સવારે જામ્યો પ્રિમોન્સુનનો વરસાદી માહોલ - ગરમીમાં લોકોને મળી રાહત- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 11 જૂનથી ચોમાસાનો વિધિવત થશે પ્રારંભ- 10 જૂનથી સાયકલોનિક સરક્યુલેશનની અસરની સંભાવના.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply