Submitted by gujaratdesk on
1.રાજ્યની વર્તમાન પરિસ્થિતિમાં વધુ સુધારા કરી સામાન્ય જનને વધુમાં વધુ કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે અધિકારીઓ સાથે મંત્રીઓ કરશે ચર્ચા - પ્રજાને સ્પર્શતા ગુડ ગર્વનન્સના વિવિધ વિષયો પર વડોદરા ખાતે ચાલી રહી છે ત્રિદિવસીય ચિંતન શિબિર- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન.
2.પોતાના જીવની આહુતિ આપી કેટલીક જીદગીઓ બચાવી શહીદ થનારા જામનગર એરફોર્સના જાબાઝ એરકોમોડોર સંજય ચૌહાણને માનભેર ગાર્ડ ઓફ ઓનર આપી ,અપાઇ અંતિમ વિદાય- વીરશહિદને સલામી આપવા મોટી સંખ્યામાં સેનાના જવાનો, અધિકારીઓ તથા રાજ્ય સરકારના પ્રતિનિધીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યાં ઉપસ્થિત
3.સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી દ્વારા પરંપરાગત રમતોને પ્રાધાન્ય આપવા તેમજ રમતગમત ક્ષેત્રે વૈશ્વિક સ્તરના શિક્ષણ અને માળખાગત સવલતો અને સહાય બદલ યુનિવર્સિટીના પ્રયાસોની સરાહના કરતાં રમતગમત મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ- સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ્ યુનિ.ના પ્રથમ પદવીદાન સમારંભમાં શારીરિક શિક્ષણની વિવિધ વિદ્યાશાખાના 579 વિદ્યાર્થીઓને એનાયત થઇ પદવીઓ.
4.ભારતીય સેનાના દસ હજાર જવાનોનો જીવ બચાવનારા રણછોડદાસ પગીને બીએસએફની અનોખી શ્રધ્ધાંજલિ- સરહદ પર બનાવી રણછોડદાસ પગીના નામની ચોકી- જવાનો માટે બની છે શ્રધ્ધાનું કેન્દ્ર, સ્થાનિકો પણ પૂજે છે વીરક્ષેત્રને
5.નમો એપના માધ્યમથી , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન ઔષધિય પરિયોજનાના કાર્ડિયાક સ્ટેન્ટ અને ની રિપ્લેસમેન્ટના લાભાર્થીઓ સાથે કર્યો સીધો સંવાદ-પ્રધાનમંત્રીએ કહ્યું કે જન ઔષધિય યોજનાને કારણે દવાઓના ભાવમાં થયો છે 90 ટકા સુધીનો ઘટાડો - ગુજરાતના છોટા ઉદેપુરના લાભાર્થી સાથે પણ કરી વાતચીત.
6.નાના-મોટા દરેક શહેરમાં છેલ્લાં ચાર વર્ષમાં બદલાઇ છે બસ ડેપોની તસવીર અને તાસીર- આરામ માટેની વ્યવસ્થા, એ.સી. વેઇટીંગ રૂમ્સ, એરપોર્ટ જેવી સુવિધાઓવાળા બસ ડેપો રજૂ કરે છે એક નવા ભારતની કહાણી- સ્વચ્છ ભારત માટે દાખલારૂપ બસ ડેપોના સુખદ અનુભવોથી જનતા પણ છે ખુશખુશાલ.
7.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહોંચ્યા નાગપુર - આરએસએસના સ્થાપક ડો. હેડગેવારને ગણાવ્યા ભારત માતાના સપૂત- ટૂંક સમયમાં કરશે સંબોધન.