Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 pm | 09-06-2018

Live TV

X
Gujarati

1.SCO સંમેલનમાં ભાગ લેવા પ્રધાનમંત્રી મોદી ચીનમાં- ચીની રાષ્ટ્રપતિ જીનપિંગ સાથે યોજાઈ દ્વિપક્ષી મંત્રણા- વ્યાપાર અને સુરક્ષા મુદ્દે થયા સમજૂતી કરાર.

2. પ્રધાનમંત્રી મોદીની હત્યાના ષડયંત્રના પૂરાવા રજૂ કરતી પૂણે પોલીસ- પત્રમાં સનસનાટીભરી વિગતોથી માઓવાદીઓનો ભેદ ખૂલ્યો- કેન્દ્રીયગૃહ મંત્રી રાજનાથસિંહ અને અરૂણ જેટલીએ કહ્યું, આ ખતરનાક પ્રવૃત્તિઓનો રાજકીય પક્ષોને થવો જોઈએ અહેસાસ.

3. મુંબઈ અને ગોવામાં મૂશળધાર વરસાદને પગલે જનજીવન અસ્ત-વ્યસ્ત- રાજ્યમાં પણ હવામાનમાં પલટો- દક્ષિણ ગુજરાતમાં વહેલાં ચોમાસાની સંભાવના.

4. ગુડ અને ઈ ગવર્નન્સ, ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ ક્ષેત્રે દેશભરમાં ગુજરાત અગ્રેસર હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી- ચિંતન શિબિરમાં સરકારના 26 વિભાગે 33 જિલ્લાના 1700 માપદંડોનું ડેશ બોર્ડ દ્વારા કરાયું મુલ્યાંકન- કલેકટરો, ડીડીઓને શ્રેષ્ઠત્તમ પ્રદાન માટે કરાયા પુરસ્કૃત.

5. ગીરમાં ગેરકાયદે સિંહના દર્શન અંગે સિંહના શિકાર સમકક્ષ ભારે ગુનો દાખલ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય- 275 અધિકારી અને સ્ટાફની 55 ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ

- તાજેતરમાં સિંહોને કનડગતના કિસ્સા સામે લેવાયું પગલું.

6. રાજ્યમાં ઘટી રહી છે ગિધની સંખ્યા- વન વિભાગ કરશે ચિંતન- રાજ્યમાં ગીધની વસતી ગણતરીનો પ્રારંભ.

7. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત વચ્ચે સપનાના વાવેતર સમી રો. રો. ફેરી સર્વિસથી સમય, અને નાણાંની બચત સાથે આહલાદક સુવિધાયુક્ત સફર- નરેન્દ્ર મોદી સરકારની 4 વર્ષની સિધ્ધિમાં રો. રો ફેરી અગ્રેસર.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply