Skip to main content
Settings Settings for Dark

Evening News at 7 PM | Date : 26-07-2018

Live TV

X
Gujarati

1.રાજ્યમાં શેરડીના પાકમાં 100 ટકા ડ્રીપ ઇરિગેશન માટે , ખેડૂતોને રાજ્ય સરકાર પ્રેરિત કરશે , તેવી નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. ઇફ્કો દ્વારા ખેડૂત અને સહકાર સંમેલનમાં પ્રગતિશીલ ખેડૂતો અને સહકારી અગ્રણીઓનું સન્માન.

2.બ્રિક્સ સંમેલનમાં સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું , ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મૂડી કરતા વધુ મહત્ત્વ રહેશે પ્રતિભાનું. સ્કૂલ અને યુનિવર્સિટીના અભ્યાસ ક્રમમાં ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં આવતા પરિવર્તન.

3.ભારતીય શેરબજારમાં તેજીનું પૂર.ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે વિક્રમજનક 37 હજારની સપાટી વટાવી. નિફ્ટી 50 એ પણ ઇન્ટ્રાડેમાં , 11 હજાર 164ની સપાટી કરી પાર.

4. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે હાથ ધરેલી અદ્ભુત જળ ક્રાંતિના મીઠાં ફળ, વ્યારા તાલુકાના કસવાવ ગામના લોકોને મળી રહ્યાં છે.વર્ષો જૂનું તળાવ ઊંડું થતાં ગામના લોકોની પાણીની મુશ્કેલીનો આવ્યો અંત.

5.નવાઝ શરીફના સત્તાધારી પી.એમ.એલ.એન. અને બીજા પક્ષો દ્વારા, ચૂંટણીમાં છેતરપિંડીના આક્ષેપો વચ્ચે , પાકિસ્તાનમાં ધીમી ગતિએ ચાલી રહેલું મત ગણતરીનું કાર્ય. પ્રારંભિક વલણોમાં ઈમરાન ખાનનો પક્ષ પીટીઆઈ 119 બેઠક પર આગળ.

6.1999માં પાકિસ્તાન પર વિજયની યાદમાં આજે સમગ્ર ભારત મનાવી રહ્યું છે , કારગિલ વિજય દિવસ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત , દેશવાસીઓએ પાઠવી કારગિલ શહીદોને શ્રદ્ધાંજલી.

7.બે ભારતીયોને પ્રસિદ્ધ રેમન મેગ્સેસે એવૉર્ડ. ભરત વટવાનીને માનસિક રીતે બીમાર અને ગરીબોને બચાવી તેમના પરિવારો સાથે મેળવવા માટે એવૉર્ડ. તો 'થ્રી ઇડિયટ્સ' માં ફુંગ્સુખ વાંગડુનું પાત્ર જેના પરથી પ્રેરિત છે , તે સોનમ વાંગ્ચુકને પર્યાવરણ, સંસ્કૃતિ , અને શિક્ષણ દ્વારા સામુદાયિક પ્રગતિના કામ માટે મળ્યું સન્માન.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply