Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 01-04-2018

Live TV

X
Gujarati

1.રાજ્યભરમાં ગરમીનો પારો ઉંચકાયો - અત્યારથી જ ત્રાહિમામ્ પોકારતા લોકો મે મહિનાની ચિંતામાં ગ્રસ્ત- ગરમીથી બચવાના વિવિધ નુસખાઓ અજમાવવા સલાહ આપતું તંત્ર

2.નશાખોરી માટે ઉપયોગમાં લેવાતા 600 જેટલા ઇન્જેક્શન તથા માદક પાવડર સાથે વડોદરા SOG પોલીસે બે યુવાનોની કરી ધરપકડ - વધુ તપાસાર્થે પોલીસના રિમાન્ડ પર - મયુર ગાયકવાડ અને સચિન પરમારે આ ડ્રગ મુંબઇ અને આગ્રાથી ખરીદી હોવાનું કબૂલ્યું.

3.રાજકોટના આજી ડેમમાં નર્મદાના પાણીની આવક ફરી શરૂ - તો રાજ્ય સરકાર દ્વારા તાકીદે હાથ ધરાયેલી કામગીરીથી હળવદ પંથકના 79 ગામ પરથી પીવાના પાણીનું સંભવિત જળસંકટ ટળ્યું. - માત્ર 22 દિવસમાં 6 હજાર મીટરની પાઇપલાઇન બિછાવી વૈકલ્પિક વ્યવસ્થાનું કર્યું સુંદર આયોજન.

4.કચ્છના નાના રણમાં રણ સરોવર વિકસાવવાની મોરબીના ઉદ્યોગપતિની પરિકલ્પના - સૂરજબારીના પુલને બ્લોક કરી દરિયાનું ખારૂ પાણી આવતુ અટકાવવાનું સૂચન - 110 જેટલી નાની મોટી નદીઓના પાણીના સંગ્રહથી રણ સરોવરનો પ્રસ્તાવ - પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ચાલી રહ્યો છે અભ્યાસ

5.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દ્વારકા જિલ્લામાં 494 મકાનનું કામ પૂર્ણ થતાં જરૂરિયાતમંદો અને ગરીબોને મળ્યા તેમના સપનાના ઘર - વર્ષ 2022 સુધીમાં ઘર વિહોણાને ઘર આપવાનું સરકારનું લક્ષ્ય.

6.દિલ્હીની અદાલતે CBSE પેપર લીક મામલામાં ગિરફ્તાર ત્રણેય આરોપીઓને મોકલ્યા પોલીસ રિમાન્ડ પર - દિલ્હીની ક્રાઇમ બ્રાંચે ખાનગી શાળાના બે અધ્યાપકો અને કોચીંગ સેન્ટરના માલિક એમ ત્રણેયને કર્યા ગિરફ્તાર

7.જમ્મુ કાશ્મીરના શોપીયાન અને અનંતનાગમાં થયેલી અથડામણમાં 11 આતંકવાદી ઠાર - અથડામણમાં સેનાના 3 જવાનો થયા શહીદ - શોપીયાનના કાસદોરામાં લશ્કર અને આતંકવાદીઓ વચ્ચે હજી પણ અથડામણ ચાલુ - ઠાર મરાયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા.

8.દેશ વિદેશમાં આજે પ્રભુ ઇસુના પુનર્જન્મ પર્વ ઇસ્ટરની ખ્રિસ્તી સમુદાય દ્વારા થઈ રહી છે ઉજવણી - વિશ્વભરના દેવળોમાં મીડનાઇટ માસનું થયું આયોજન - રાષ્ટ્રપતિ ,ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને કેન્દ્રિય પ્રસારણમંત્રીએ ઇસ્ટર પર્વે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા 

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply