Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 01-06-2018

Live TV

X
Gujarati

1.મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સ્ટલિંગ બાયોટેક ગ્રૂપની 4701 કરોડ સ્થાવર અને જંગમ સંપત્તિને જપ્ત કરતું ઇડી- 5000 કરોડના બેન્ક ફ્રોડના કિસ્સામાં 4000 એકર સ્થાયી સંપત્તિ સાથે પ્લાન્ટ મશીનરી, 200 બેન્ક એકાઉન્ટ, શેયર્સ અને 6.67 કરોડની મોંઘી લક્ઝરી ગાડીઓ સામેલ - અત્યાર સુધીમાં દિલ્હીના વેપારી ગગન ધવન, આંધ્રબેન્કના પૂર્વ નિદેશક અનુપ ગર્ગ અને સ્ટલિંગ બાયટેકના નિદેશક રાજભૂષણ દિક્ષીતની ધરપકડ.

2.ગુજરાત એટીએસને મળી જબરજસ્ત સફળતા- 1993 મુંબઈ બ્લાસ્ટનો ,માસ્ટર માઈન્ડ મોસ્ટ વોન્ટેડ આતંકી અહમદ લંબુ, ઝબ્બે- C.B.I. ,અને ઈન્ટરપોલે, જાહેર કરી હતી લુક આઉટ નોટિસ.

3.વડોદરા પી.સી.બી.એ માંજલપુરમાંથી ઝડપ્યું જૂની રદ કરાયેલી નોટો બદલી આપવાનું કૌભાંડ-રૂપિયા 99 લાખ 97 હજારની જૂની ચલણી નોટો બરામદ- કૌભાંડના મુખ્ય સોદાગરને ઝડપી પાડવાના પોલિસ તપાસ શરુ.

4.સ્માર્ટ સીટી તરફ વડોદરાનું એક વધુ પગલું- કાળઝાળ ગરમી વચ્ચે વાઇફાઇ સજ્જ એસી મિનિબસની શહેરીજનોને ભેટ-સેન્ટ્રલ કન્ટ્રોલરુમ દ્વારા વાહનવ્યવહાર ઉપર બાજનજર- સતત મોનિટરીંગ દ્વારા વધશે શહેરની સુરક્ષા.

5.સુરતમાં કેન્દ્રિય કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીએ યુપીએ સરકાર સાથે તુલના કરતાં વર્ણવી મોદી સરકારના કાર્યકાળની સિદ્ધિઓ- વહિવટી પારદર્શિકતાને ગણાવી સૌથી મહત્ત્વપૂર્ણ- વીમા સુરક્ષા કવચ, અટલ પેન્શન યોજના અને જનધન યોજનાને પણ મળી છે ઐતિહાસિક સફળતા- મોદી સરકારે ઈતિહાસમાં પહેલીવાર કાપડ ઉત્પાદન માટે આપ્યું 6 હજાર કરોડનું પેકેજ.

6.ખાદી જેવા ભારતીય પરિધાનનો વ્યાપ અને વપરાશ વધે એ માટે સતત પ્રયત્નશીલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી- "ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન" ના સૂત્ર સાથે થઇ રહ્યો છે ખાદીનો બહોળો પ્રચારપ્રસાર.

7.મોદી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવતા કેન્દ્રિય મંત્રીઓ- રાજ્યવર્ધન રાઠોડે કહ્યું રમતગમતનું સ્તર સુધર્યું- સ્વચ્છતા પણ એમાં બન્યો મહત્ત્વનો મુદ્દો- મોદી સરકારના કાર્યકાળમાં બન્યાં સૌથી વધુ સારા રસ્તા- દેશે કર્યો બહુવિધ વિકાસ કહેતાં કેન્દ્રીય મંત્રી ગડકરી.

8.ભારત અને સિંગાપોર વચ્ચે થયાં આઠ દ્વિપક્ષીય કરાર- જેમાં ગેરકાયદે દાણચોરી, સંરક્ષણ, વેપાર, સાયબર સિક્યોરિટી સહિતના વિવિધ ક્ષેત્ર સામેલ- ભારત માટે સિંગાપોરને એફડીઆઈનો ,મોટો સ્ત્રોત ગણાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

9.સિંગાપોર પ્રવાસના બીજા દિવસે નાન્યાંગ ટેકનોલોજી વિશ્વ વિદ્યાલયની ,મુલાકાતે પ્રધાનમંત્રી મોદી- કહ્યું, ટેકનોલોજી અને ઇનોવેશન ,ભવિષ્યની જરૂરિયાત -સંઘર્ષમુક્ત એશિયા જ આપી શકે છે દુનિયાના આર્થિક અને તકનીકી વિકાસમાં મહત્ત્વનું યોગદાન એમ કહેતાં પ્રધાનમંત્રી.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply