Submitted by gujaratdesk on
1. એટ્રોસીટી એકટના મુદ્દે ,આજે દલિત સંગઠનો દ્વારા , અપાયું હતું ભારત બંધનું એલાન- સુપ્રીમ કોર્ટે ,કેન્દ્ર સરકાર દ્વારા, કરવામાં આવેલી ,રિવ્યુ પીટીશનને ,રાખી ગ્રાહ્ય.
2. એટ્રોસીટી એક્ટના મુદ્દે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારેલો અગ્નિ- છૂટીછવાઇ હિંસા સાથે આગજનીના બનાવો.
3.એટ્રોસીટી એક્ટના મુદ્દે, અમદાવાદ સહિત ગુજરાતમાં છૂટીછવાઇ તોડફોડ- રસ્તા રોકો આંદોલનને કારણે નાગરિકોને પડી ભારે હાલાકી- કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં.
4. ઈરાકથી ,38 ભારતીયોના ,અવશેષ સાથે ભારત પહોંચ્યા ,કેન્દ્રીયમંત્રી વી.કે.સિંહ- અમૃતસર,પટના અને કોલકત્તા ખાતે ,પરિજનોને ,તેમના યુવકોના અવશેષ સોંપશે મંત્રી વી.કે.સિંહ.
5. એક સપ્તાહના વિરામબાદ ,બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી ,આજથી ,સંસદના ગૃહમાં ,શરૂ થઈ પણ ઘોંઘાટ અને વિક્ષેપના કારણે સ્થગિત.
6.. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , દ્વારા બીજા ચરણમાં પદ્મ એવોર્ડ 2018 એનાયત- પદ્મ પુરસ્કારથી સન્માનિત થનારામાં ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતા અને અભિનેતા મનોજ જોશી સહિત ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, બિલિયર્ડ ચેમ્પિયન ,પંકજ અડવાણીનો પણ સમાવેશ.
7. આજે ,વિશ્વ ઓટીઝમ જાગૃરૂકતા દિવસ -અમદાવાદ અને દીવ માં થઇ વિશેષ ઉજવણી.