Submitted by gujaratdesk on
1. SC-ST એકટ મુદ્દે સર્વોચ્ચ અદાલતનું કડક અને સ્પષ્ટ વલણ- ચૂકાદા ઉપર સ્ટે મૂકવાનો ઈન્કાર- કહ્યું, સુપ્રીમ એકટની વિરોધી નથી, પણ એક્ટના દુરૂપયોગ સામે ચિંતા - તમામ રાજકીય પાર્ટીઓને ત્રણ દિવસની અંદર , વિસ્તૃત જવાબ આપવા કર્યો આદેશ - 10 દિવસ પછી થશે સુનાવણી.
2.CBSE પેપર લીક મામલે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે , રાહતના સમાચાર - ધોરણ -10 ગણિતનું પેપર સમગ્ર દેશમાં ફરીથી નહી લેવાનો , નિર્ણય.
3.ફેક ન્યૂઝ નિયમન બાબતે, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે જારી કરેલો આદેશ , પત્રકારોની નારાજી પછી પરત ખેંચાયો- પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રહેશે મુખ્ય ભૂમિકા - મંત્રાલય પત્રકારો સાથે ચર્ચા માટે તૈયાર.
4.સંસદના બંને ગૃહમાં વિપક્ષે હોબાળો કરતાં , ગૃહની કામગીરી સ્થગિત-એ પહેલાં નવ નિયુક્ત સભ્યોએ લીધા શપથ.
5.એટ્રોસિટીના એક્ટમાં ફેરફાર મામલે , ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે , રાજ્યપાલશ્રી સાથે મુલાકાત કરી , આપ્યું આવેદન પત્ર- પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ,અમિત ચાવડા ,, અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી રહ્યા ઉપસ્થિત.
6.દેશભરના મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટસ્ માં અવ્વલ રહ્યું અમદાવાદનું IIM- નેશનલ રેન્કિગ ફ્રેમવર્ક- N.I.R.F. દ્વારા , દેશના સર્વશ્રેષ્ઠ સંસ્થાનો સંદર્ભે રેન્કિગ જાહેર- બેંગલુરૂનું ઇન્ડિયન ઇસ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, IISC રહ્યું સમગ્ર શ્રેણીઓમાં સર્વોત્તમ.
7.ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે કાલથી શરૂ થશે , કોમનવેલ્થ ગેમ્સ 2018- કુલ 227 ખેલાડીઓના ભારતીય દળનું નેતૃત્વ કરશે , પી.વી.સિંધુ.