Submitted by gujaratdesk on
1. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 32 સિંહોનાં અકુદરતી મૃત્યુ - વિધાનસભામાં સરકારે આપેલી જાણકારી - ખુલ્લા કૂવા ફરતે પેરાપેટ વૉલ, રેલવે ટ્રેક પાસે ફેન્સિંગ સહિતનાં લેવાયેલાં પગલાં***
2. રાજ્યમાં કુપોષણથી પીડિત બાળકો માટે છેલ્લાં બે વર્ષમાં 83 કરોડની કરાયેલી જોગવાઈ - RTE હેઠળ આણંદ અને અમદાવાદ જિલ્લામાં ગત બે વર્ષમાં કુલ 29 હજાર બાળકોને અપાયો પ્રવેશ - વિધાનસભામાં સરકારે આપેલી માહિતી***
3. વધારાની એક લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવથી ખરીદીનો 22 જિલ્લામાં થયેલો પ્રારંભ- 36 હજાર 480 ખેડૂતોને થશે લાભ - ગેરરીતિ અટકાવવા કરાશે વિડિયોગ્રાફી***
4.ગુજરાતની ખાલી પડેલી ચાર સહિત રાજ્યસભાની 58 બેઠક માટે, 23 માર્ચે યોજાશે ચૂંટણી - ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું***
5. ઈશાન ભારતનાં ત્રણ રાજ્યોમાં વિજય પછી આક્રમક ભાજપના કૉંગ્રેસ પર પ્રહાર - કહ્યું PNB સહિતના કૌભાંડો કૉંગ્રેસની દેન***
6. મેઘાલયમાં NPP - BJP ગઠબંધનના કોનરાડ સંગમા આવતી કાલે લઈ શકે છે મુખ્યપ્રધાન પદના શપથ - નાગાલેન્ડમાં NDPP - BJP ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નેફ્યુરીઓ ,રાજ્યમાં સરકાર રચવાનો રજૂ કર્યોદાવો ***
7. વિશ્વ પ્રતિષ્ઠિત ઑસ્કાર એવોર્ડમાં શ્રીદેવી, શશી કપૂરને અપાઈ શ્રદ્ધાંજલી - ચાર પુરસ્કાર સાથે ફિલ્મ 'ધ શૅપ ઑફ વૉટર'નો દબદબો