Submitted by gujaratdesk on
1.ઑસ્ટ્રેલિયા ના ,ગૉલ્ડ કૉસ્ટ ખાતે ,21 મા કૉમન વેલ્થ રમતોત્સવ માં ,ભારતીય અભિયાન ની શરૂઆત - ભારત ને મળ્યો ,પ્રથમ ગોલ્ડ મેડલ, 48 કિલોગ્રામ વેઈટ લિફ્ટિંગ માં ,મિરાબાઈ ચાનુ એ જીત્યો, સુવર્ણ પદક, તો 56 કિલોગ્રામ વર્ગ માં ,ગુરુ રાજા ને ,સિલ્વર મેડલ.
2.કાળિયાર શિકાર કેસ માં ,અભિનેતા સલમાન ખાન ,દોષિત - તો નીલમ, તબ્બુ, સૈફ અલી ખાન ને ,નિર્દોષ જાહેર કરાયા - જોધપુર, C.J.M.એ આપ્યો ,ચુકાદો - સલમાન ને, પાંચ વર્ષની સજા અને દસ હજારનો દંડ.
3.ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ- 300 પોઇન્ટસ્ ના ઉછાળા સાથે ખૂલેલું બજાર 600 પોઇન્ટસ સુધી વધ્યું-રિઝર્વ બેન્કે સતત છઠ્ઠીવાર રેપો રેટસ્ અને રિવર્સ રેપો રેટસ્ રાખ્યા યથાવત.
4. વડોદરાની ડાયમંડ પાવર ઈન્ફાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં CBIના દરોડા -કંપનીના કાર્યાલય ઉપરાંત માલિક ના 3 નિવાસસ્થાન પર હાથ ધરાયું સર્ચ ઓપરેશન-બહાર આવ્યું રૂપિયા 2654.40 કરોડનું કૌભાંડ.
5.નાયબ મુખ્ય મંત્રી ,શ્રી નીતિન ભાઈ પટેલ ના હસ્તે ,અમદાવાદ ના, વસ્ત્રાપુર ખાતે ,'ડી' કેટેગરી ના ,104 આવાસો નું , લોકાર્પણ- કર્મચારીઓ ને ,કાર્ય સ્થળે જ ,મકાનો ઉપલબ્ધ થાય ,તે માટે ,રાજ્ય ભર માં, કર્મચારીઓ માટે ના ,આવાસો બનાવવા નો શુભાશયનો પુનરોચ્ચાર કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી.
6.બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીસર્ચ કાઉન્સિલ ઇન્ડિયા એટલેકે બાર્કના રેટિંગમાં ડીડી ન્યૂઝ ગુજરાતીએ ફરી મોહ્યાં દર્શકોના દિલ-માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચારની ટેગ લાઇને ચરિતાર્થ કરતું દૂરદર્શન ગિરનાર.
7.ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં યોજાયો ગુજરાતી ફિલ્મ એવોર્ડ વિતરણ સમારંભ- વર્ષ2014-15 માટે બે યાર, પ્રેમજી અને હુતુતુતુને બેસ્ટ ફિલ્મના અવોર્ડ, તો બેસ્ટ એકટર તરીકે પ્રતિક ગાંધી તથા પ્રિયલ ઓબેરોયને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ-બે યાર ફિલ્મને અલગ અલગ કેટગરીમાં કુલ 14 એવોર્ડ
8.કલાપીના લાઠીમાં આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારાએવોર્ડ એનાયત- શ્રેષ્ઠ સાહિત્યકાર કવિ એવોર્ડ કવિ રાજેશ વ્યાસ અને કાંતિ મડિયા કલા એવોર્ડ લોકસાહિત્યકાર વલ્લભભાઈ રીબડીયા અર્પણ.