Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 07-05-2018

Live TV

X
Gujarati

1. રાજકોટના શાપર વેરાવળાના મગફળી ગોડાઉનમાં વહેલી સવારે લાગેલી ભીષણ આગ- માંડ માંડ કાબુમાં આવેલી આગમાં 20 હજાર બોરી થઈ ખાખ- આગના કારણો શોધવાના કલેકટરે આપ્યા આદેશ- સરકારને આ આગમાં ષડયંત્રની છે આશંકા- મુખ્યમંત્રીએ 45,000 બોરી બચાવાઈ હોવાનો કર્યો દાવો. 

2. પારદર્શી વહીવટ માટે મહાનગર પાલિકા , નગર પાલિકા અને ઔડાના વિવિધ યોજના પ્લાનને મળશે ઓનલાઈન મંજૂરી- બિલ્ડીંગ રોડ જેવા આંતર માળખાકીય કામો માટે ઓનલાઈન દરખાસ્ત મોકલી મેળવી શકાશે મંજૂરી.

3. પાછલા સાત દિવસથી આરંભાયેલા જળ સંચયના કામોથી વિશ્વસ્ત મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી- જળ સંચયના કામોમાં જન ભાગીદારીથી આનંદિત થયેલા ,મુખ્યમંત્રીએ આપ્યા નાગરિકોને અભિનંદન- સુજલામ સુફલામ જળસંચય અભિયાન દેશનું સૌથી મોટું અભિયાન હોવાનો સરકારનો દાવો.

4. પાંજરાપોળના સંચાલકો- સંસ્થાઓએ સ્વીકારેલી પ્રવૃત્તિને અભિનંદન આપતા મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ- પશુદીઠ રોજનું ચાર કિલો સુધી ઘાસ માત્ર બે રૂપિયે કિલોના ભાવે સરકાર આપશે તેવો કર્યો દાવો- રાજકીય નિવેદનોથી ન ભરમાવા કરી અપીલ. 

5. આગામી પાંચ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર , કચ્છ , ઉત્તર ગુજરાત , અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 41 ,થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના - ગુજરાત પર આંધીની કોઈ અસર જોવા નહીં મળે તેમ જણાવતા જયંતા સરકાર. 

6. ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો અદભૂત વિદ્યા પ્રેમ- સંગીત શિક્ષક હોવા છતાં વિદ્યાર્થીઓનેઅન્ય વિષયો શીખવવાનો જુસ્સો બુલંદ- અડગ મનના માનવીનો , અથાગ પ્રયત્ન. 

7. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી આયુષ્યમાન ભારત યોજનાની તૈયારીઓની પ્રગતિની સમીક્ષા- સમાજના વંચિત લોકો તથા ગરીબોને વધુમાં વધુ લાભ મળે તે બાબત પર મૂક્યો છે ભાર- દરેક નબળા પરિવારને પાંચ લાખ રૂપિયાનું મળશે સ્વાસ્થ્ય કવર.

8. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં ગરમાવો- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોદી એપ દ્વારા યુવા કાર્યકર્તાઓને કર્યું સંબોધન- કોંગ્રેસ પર કર્યા પ્રહારો - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો રોડ શો, મનમોહનસિંહની પત્રકાર પરિષદ અને અને જેડીએસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply