Submitted by gujaratdesk on
1.TDP- BJP વચ્ચે મૈત્રીના પ્રયાસોમાં નિષ્ફળતા- પ્રધાનમંત્રીએ ચંદ્રાબાબુ સાથે કરી વાત- TDP ના બંને પ્રધાનોએ આપ્યા રાજીનામા.
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા દિને લીધી રાજસ્થાનના ઝુનઝુનુની મુલાકાત- પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પોષણ મિશનનો કરાવ્યો શુભારંભ- આ મિશન માટે 9000 કરોડની કરી ફાળવણી- બેટી બચાવો,બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ જિલ્લાને મળ્યુ સન્માન.
3.રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા શક્તિને બિરદાવતા નારી શક્તિ પુરસ્કાર કરાયા એનાયત- વિવિધ રાજ્યોની 39 મહિલાઓને કરવામાં આવી પુરસ્કૃત- ગુજરાતના અમદાવાદની મિતલ પટેલને મળ્યો નારીશક્તિનો પુરસ્કાર.
4.વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે જન્મેલ બાળકીઓનું અનોખી રીતે કરાયું સ્વાગત- નન્હી પરી અવતરણ હેઠળ કીટ, ચાંદીના સિક્કા, ફૂલ તેમજ રોકડ રકમ અપાઈ પ્રોત્સાહન રૂપે.
5. મહિલા દિને દીકરીના અવતરણના વધામણા-મુખ્યમંત્રીએ નવી જન્મેલી બાળકીઓ પર વરસાવ્યું વહાલ- સમાજમાં બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરવા સરકાર કટિબધ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી.
6. વિશ્વ મહિલા દિને સરકાર ઉપરાંત અન્ય ક્ષેત્રે કરાઈ ઉજવણી- દૂરદર્શન કાર્યાલય પર મહિલાઓએ કેક કાપી કરી ઉજવણી- દૂરદર્શન પર રાત્રે 9 વાગે મહિલાઓના સ્પેશિયલ બેન્ડનું જીવંત પ્રસારણ.
7. અમદાવાદના વિશ્વ વિખ્યાત આર્કીટેચર બી.વી.દોશીને મળ્યો વર્ષ 2018 નું પ્રિટઝકર આર્કિટેકચર પ્રાઈઝ- આર્કિટેકચર ક્ષેત્રે પ્રાઈઝ મેળવનાર દોશી પ્રથમ ભારતીય- નોબલ પ્રાઈઝ સમાન છે પ્રિટઝકર આર્કિટેકચર પ્રાઈઝ.