Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 09-04-2018

Live TV

X
Gujarati

1. ગુજરાતના 'હર' કોઈનો 'મિત'  કોમન વેલ્થ ગેમ્સમાં  ટેબલ-ટેનિસમાં સુવર્ણચંદ્રક જીતી સુરતનું નામ રોશન કરતો હરમીત દેસાઈ - "સિધ્ધિ તેને જઈ વરે, જે પરસવે ન્હાય "નું  પૂરૂં પાડ્યું ઉદાહરણ. 

2. 'સુવર્ણમય' સોમવાર - ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની ઝોળીમાં, દસમો સુવર્ણ ચંદ્રક- બેડમિન્ટન, શૂટીંગ, ટેબલ ટેનિસમાં દબદબો. મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બાદ ભારત ત્રીજા સ્થાને. 

3. પબ્લિક સેકટર માટે , સફળતાનો મૂળ મંત્ર થ્રી -આઈ  ઈન્સેન્ટીવ, ઈમેજીનેશન , અને ઈન્સ્ટીટયુટ બિલ્ડીંગથી અપ્રતિમ સફળતા જણાવતાં પ્રધાનમંત્રી મોદી-  હિલ્દીના વિજ્ઞાન ભવનમાં પબ્લિક સેકટરના માંધાતાઓને સંબોધી  ન્યુ ઈન્ડિયાનો આપ્યો ગુરૂમંત્ર. 

4. કોંગ્રેસના ઉપવાસની  દેશમાં રાજનૈતિક રસાકસીનો માહોલ- કોંગ્રેસના આક્ષેપ પર , ભાજપે કર્યો પલટવાર-  ઉપવાસની રાજનીતિ પર ઉઠાવ્યા સવાલ. 

5. ઉત્તર ભારતના પલટાયેલા હવામાનની અસર  ગુજરાતમાં પણ -  હળવી ગરમી વચ્ચે , ક્યાંક પડશે છાલક, તો વળી ક્યાંક છાંટા-  ખેતરના પાકને નુકસાનની ભીતિ. 

6. કર્મયોગીઓના , 'ઘરના ઘર' સ્વપ્નને સાકાર કરતી , પ્રતિબદ્ધતા દોહરાવતી સરકાર- ગાંધીનગરમાં , વંદેમાતરમ્ પાર્કનું ,લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી , નીતિન પટેલ- સિત્યાસી કરોડનાં કુલ 280 આવાસોનું કર્યું લોકાર્પણ.

7. સીરિયામાં થયેલા કેમિકલ હુમલાની , અમેરિકાએ કરી નિંદા-- રાષ્ટ્રપતિ ,ડૉનાલ્ડ ટ્રમ્પે  હુમલા માટે રશિયા અને ઈરાનને ગણાવ્યા જવાબદાર, તો ચિમકી આપતા ટ્રમ્પે કહ્યું કે, હુમલો કરનાર દેશોને ચૂકવવી પડશે ભારે કિંમત.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply