Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 09-05-2018

Live TV

X
Gujarati

1.ગુજરાતની સંવેદનશીલ સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય - રાજ્યભરમાં ક્યાંય પણ અકસ્માતમાં ઘવાયેલી વ્યક્તિ સરકારી કે ખાનગી કોઇપણ હોસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ 48 કલાકમાં સરકાર દ્વારા તાત્કાલિક અસરથી કરાશે રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય - નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત.

2.સુજલામ સુફલામ જળ અભિયાન ગુજરાતને પાણીની સમસ્યાથી કાયમી મુકિત અપાવનારૂં ,જન અભિયાન ,બની રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી - અમદાવાદ જિલ્લાનાઓડ ગામે તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી

3.છોટાઉદેપુરના રંગપુર પાટિયા પાસે ટેન્કર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત-એક જ પરિવારના  6 સભ્યો સહિત 7 લોકોના મોત - પરિવાર મધ્યપ્રદેશના  કુક્ષી તાલુકાના  અંબાડા ગામનો  રહેવાસી

4.સાબરકાંઠાના કેશરપુરા કંપા ગામે  ગુહાઈ ડેમમાં  ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત - એક બાળકનો પગ લપસી જતા તેને બચાવવા જતા અન્ય બાળકો પાણીમાં થયા  ગરકાવ -ક્રિકેટની રમત દરમિયાન ,બન્યો બનાવ

5.ખેતી અને પશુપાલન પર નિર્ભર પાટણ જિલ્લામાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુજલામ સુફલામ યોજના એ  સર્જ્યો ચમત્કાર- એક જ દાયકામાં  નદીઓના પાણીની પિયતથી ખેડૂતોએ લીધો પપૈયાનો બમ્પર પાક.

6.સુરતની એક ટેક્સટાઇલ કંપનીમાં, 2500 લોકો ,પોતાનું કામ શરૂ કરતા પહેલા ગાય છે રાષ્ટ્રગીત- 2016થી ચાલે છે આ પરંપરા- રાષ્ટ્રગીતને લીધે રાષ્ટ્રભાવના પ્રબળ બનવા સાથે બળવત્તર બને છે કામ પ્રત્યેની પ્રામાણિકતા શિસ્ત અને વધે છે મિલનું ઉત્પાદન.

7.અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષ 2015માં કરેલો પરમાણુ સમજૂતિ કરાર તૂટ્યો- રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પુનઃ આર્થિક પ્રતિબંધો લાગુ કરવાની વાતનો કર્યોપુનરુચ્ચાર- તો ઈરાને કહ્યું કે, અમે ફરીથી યુરેનિયમનું કરીશું, ઉત્પાદન.

8.કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કર્ણાટકના ભવિષ્યને બરબાદ કરે છે કોંગ્રેસના 6 સી -સાથી વરિષ્ઠ નેતાઓ ઉપર, નથી ભરોસો કે નથી કોંગ્રેસના આંતરિક લોકતંત્ર સાથે કોઇ લેવાદેવા છતાં નામદાર પોતાની જાતને જાહેર કરે છે 2019ના પ્રધાનમંત્રી - કોંગ્રેસ વિધાયક નાયડુના વિસ્તારમાંથી હજારો વોટર આઇડી, અને રસીદો ,ઝબ્બે- રાજ્યચૂંટણી પંચે ,કાર્યવાહી કરવાનો , આપ્યો આદેશ.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply