Submitted by gujaratdesk on
1.અલ્જિરિયાની રાજધાની અલ્જિયર્સ અને બિલ્ડા શહેર વચ્ચે ગમખ્વાર દુર્ઘટનાઃ સેનાનું વિમાન તૂટી પડતાં ઓછામાં ઓછા 257 લોકોનાં મૃત્યુઃ વિમાનમાં સવાર મોટા ભાગના સૈનિકો હોવાનું અનુમાનઃ ઉડાન ભર્યા પછી ટૂંક સમયમાં જ તૂટી પડ્યું વિમાન
2.વિપક્ષ દ્વારા સંસદ ન ચાલવા દેવાના વિરોધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે રાખશે ઉપવાસઃ ભાજપ પ્રમુખ અમિત શાહ કર્ણાટકના હુબલીમાં રાખશે પ્રતિક ઉપવાસઃ ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં ભાજપના નેતાઓ પણ કરશે પ્રતિક ઉપવાસ.
3. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ કૉંગ્રેસની ચિંતન શિબિરઃઆવનાર દિવસોમાં શિક્ષણ , આરોગ્ય, ટ્રાફિક, પ્રદૂષણ સહિતના મુદ્દાઓ પર આપશે
કૉંગ્રેસ લડત
4.ગુજરાતભરમાં હવામાન અચાનક પલટાયું: એકદમ પવન સાથે વરસાદઃ મોરબી, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર વગેરે પંથકોમાં માવઠાંથી ધરતીપુત્રોમાં ચિંતા
5.ઉનાળો આવતાં સૌરાષ્ટ્રમાં પાણીની પડી બૂમઃ બેટ દ્વારકામાં પાણીના મામલે મહિલાઓના ઉગ્ર દેખાવો-સૂત્રોચ્ચારઃરાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીની ચોરી રોકવા ઝુંબેશ હાથ ધરાઈઃ ગંદા પાણીને શુદ્ધ કરી ખેતી-ઉદ્યોગો સહિતના ક્ષેત્રોને પૂરું પાડશે પાણી
6.તો ડાંગ જિલ્લામાં વરસાદી પાણીના બચાવ માટે પુરાતન સંસ્કૃતિની આગવી ઓળખ એવા ભૂગર્ભ ટાંકાના કૉન્સેપ્ટનો અમલઃ 311 ગામો પૈકી 99 ગામોમાં બનાવાયા ભૂગર્ભ ટાંકા
7.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું 16મા આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચનું ઉદ્ઘાટનઃ 72 દેશો લઈ રહ્યા છે ભાગઃ સૌને સસ્તી અને સુલભ ઊર્જા ઉપલબ્ધ કરાવવા વડા પ્રધાનનું સૂચન
8.સુરત જિલ્લાના માંગરોળની એક સરકારી કૉલેજમાં સૌર ઊર્જાથી જંગી વીજ બિલમાં મળી મોટી રાહતઃ રૂફ ટોપ સોલાર પાવર પેનલ લગાડવાના લીધે થયો આ ચમત્કાર
9.કૉમનવેલ્થના સાતમા દિવસે પણ ભારતના ખેલાડીઓનું સારું પ્રદર્શન ચાલુઃ શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધામાં શ્રેયસી સિંહે ભારતને અપાવ્યો 12મો સુવર્ણચંદ્રકઃ તો અંકુર મિત્તલે જીત્યો કાંસ્યઃ કુલ 24 ચંદ્રક સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર