Submitted by gujaratdesk on
1. કેન્સરને કેન્સલ કરવા કટીબદ્ધ થવાનું જણાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી - રાજકોટ ખાતે પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત સહકારથી કેન્સર જાગૃતિ કાર્યક્રમ તથા નિદાન કેમ્પનું આયોજન - ગુજરાતને તમાકુમુક્ત કરવું તે સમયની માંગ હોવાનું જણાવતા મુખ્યમંત્રી.
2. જળસંગ્રહ માટે ખેતતલાવડી તથા તળાવો ઊંડા કરવાની કામગીરી સિંચાઈ વિભાગ અથવા જી.એસ.એલ.ડી.સી.ને બદલે રાજ્યની પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાઓની સાથે રહીને કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય - ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની દિશામાં રાજ્ય સરકારે અનેક પગલાં લીધા હોવાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
3. આજથી રાજ્યભરમાં ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવા કે હેલ્મેટ ન પહેરવા સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇ-મેમોની થશે કાર્યવાહી - પાંચથી વધુ ઇ-મેમોના કિસ્સામાં લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થવાનું જણાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
4. કચ્છ જિલ્લાના ભચાઉ નજીક શિકરા ગામે ટ્રેકટર ટ્રોલી અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10નાં મોત - 11થી વધુ ઇજાગ્રસ્ત - જેમાંથી 3ની હાલત ગંભીર - અરાવલીમાં ફરેડી ગામ પાસે કાર અને ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં એકનું મોત - ચાર ઘાયલ.
5. પાટણના એક ખેડૂતે ઉદ્યોગસાહસિકતા સાથે શરૂ કરી નર્સરી - એક હેકટરમાં ફેલાયેલી નર્સરીમાંથી મલેશભાઇ પટેલે પૂરા પાડ્યા ખેડૂતોને 25000 પ્લાન્ટસ - ફળો, ફૂલોના પ્લાન્ટસ આપી તેઓ મેળવે છે વર્ષે રૂપિયા સાડા ત્રણ લાખનો નફો.
6. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થમાં ભારતે 26 ગોલ્ડ મેડલ સાથે પ્રાપ્ત કર્યા 66 પદક, છેલ્લાં દિવસે સાયના નહેવાલ પીવી સિઘુને હરાવી મેળવ્યો મહિલા સિંગલમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, દેશ બહાર દેશની દિકરીઓનું રહ્યું શાનદાર પ્રદર્શન
7. રાજ્યો વચ્ચે માલ પરિવહન માટે ઈ વે બીલ પ્રણાલી પાંચ રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, કેરલ તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં આજથી લાગુ. આ પ્રણાલીથી રાજ્યો વચ્ચેના વેપાર વાણીજ્યને મળશે વેગ
8. ભાજપે કહ્યું કઠુઆ રેપ મામલે સરકાર લઈ રહી છે ગંભીર પગલાં, કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કર્યા પ્રહારો, કહ્યું કોંગ્રેસ હાઈકમાન્ડ જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષને કરે બરતરફ અને ગુલામ નબી આઝાદ પણ માંગે માફી.