Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 19-03-2018

Live TV

X
Undefined

1.રાજ્યભરમાં આખો દિવસ વાતાવરણ રહ્યું , વાદળછાયું- અસહ્ય ગરમીમાંથી , અચાનક સહેજ ઠંડીનો અનુભવ કરતાં નાગરિકો- છૂટાં છવાયા ઝાપટાં છતાં ખેતીના પાક કે ખેડૂતો માટે કોઇ ચિંતાનો વિષય નહીં- એકાદ દિવસમાં પૂર્વવત થશે હવામાન.

2.સરદાર સરોવર ડેમમાં , પાણીની સપાટી અંગે ,રાહતના સમાચાર - છેલ્લાં 24 કલાકમાં નર્મદા બંધની જળસપાટીમાં , છ સેન્ટીમીટરનો થયો વધારો -ઉપરવાસથી , 6 હજાર , 444 ક્યુસેક પાણીની આવકને લીધે વધી જળ સપાટી..

3.વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટની માગણી પર ,થઈ ચર્ચા- વિપક્ષે કરી બિનઅનામત વર્ગ માટે , શિક્ષણ અને નોકરીમાં અનામતની જોગવાઇની માગ..

4.બજેટ સત્રના બીજા તબક્કામાં , સતત અગિયારમા દિવસે પણ લોકસભા , અને રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો યથાવત - વિપક્ષના વિરોધને પગલે , સંસદનું કાર્ય સતત અગિયારમા દિવસે રહ્યું સ્થગિત - અવિશ્વાસ પ્રસ્તાવ ન થઇ શક્યો રજૂ.

5.ઘાસચારા કૌભાંડમાં , બિહારના પુર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ , લાલુપ્રસાદ યાદવ સહિત ઓગણીસ લોકો દોષિત જાહેર- બિહારના પુર્વ મુખ્યમંત્રી ,જગન્નાથ મિશ્ર સહિત 12 લોકો નિર્દોષ -સજાની જાહેરાત 21 માર્ચના રોજ.

6.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે , રાષ્ટ્રપતિ ભવન ખાતે નવીનીકરણ અને ઉદ્યમશીલતા મહોત્સવનું કર્યું ઉદ્દઘાટન- કહ્યું, અભ્યાસ એ યાદ નહીં, વિચાર કરવાની પ્રક્રિયા. - સંશોધનનો ઉપયોગ , સમાજને ઉપયોગી નીવડે એ રીતે થવો જરુરી.

7.સપ્તાહના પ્રારંભે, બેઇઝ મેટલ અને ક્રૂડના વૈશ્વિક ભાવઘટાડાને લીધે સ્થાનિક દબાણમાં સેન્સેક્સ બસો ત્રેપન પોઇન્ટસના ઘટાડા સાથે 32 હજાર , નવસો ત્રેવીસ ઉપર ,બંધ - નિફ્ટી પણ , 101 પોઈન્ટના ઘટાડા સાથે 10 હજાર , પંચાણું નોંધાયો.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
apply