Skip to main content
Settings Settings for Dark

Evening News at 7.00 pm | 21-04-2018

Live TV

X
Gujarati

1. 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર દોષિતોને હવે ફટકારાશે મોતની સજા - કેન્દ્રિય મંત્રીમંડળે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપીઓને મૃત્યુદંડની સજા આપવાના વટહુકમ માટે આપી મંજૂરી.

2. વહીવટી અધિકારીઓને જનકલ્યાણ સાથે જોડવા અને ઉત્કૃષ્ટ કાર્યો માટે સામાન્ય લોકોને સામે લાવવા અનુરોધ કરતા પ્રધાનમંત્રી - સરકારી યોજનાના અસરકારક અમલીકરણ અને જાહેર વહીવટીતંત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર સનદી અધિકારીઓને નવી દિલ્હી ખાતે સન્માનિત કરતા પ્રધાનમંત્રી મોદી

3. રાષ્ટ્રમંડળ દેશોએ 2020 સુધીમાં સાઇબર સુરક્ષા પર સાથે મળીને કામ કરવાનો કર્યો નિર્ણય - ઉન્નત ભવિષ્ય તરફ ડગ માંડતા વિશ્વના 53 દેશોએ ચોગમ સંમેલનમાં લોકતંત્રને સરળ બનાવવા અને જળવાયુ પરિવર્તન સહિતના અનેક મુદ્દે કરી ચર્ચાવિચારણા.

4. લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના 17મા દીક્ષાંત સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - સંસ્કૃતને વિજ્ઞાન અને અધ્યાત્મની ભાષા ગણાવતાં, વિદ્યાર્થીઓને શાસ્ત્રીજીના વિચારો પર આગળ વધી તેમનું સ્વપ્ન સાકાર કરવા કર્યું આહવાન.

5. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઉત્તર કોરિયા તેના તમામ પરમાણૂ અખતરા અટકાવી દેવા અને મુખ્ય પરિક્ષણ સ્થળ બંધ કરી દેવા થયું છે સંમત - વિશ્વ માટે આ સારા સમાચાર - અમેરિકાએ ઉત્તરકોરિયાના આ નિર્ણયને ગણાવ્યો અત્યંત મહત્વપૂર્ણ.

6. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત બક્ષી પંચની 142 જાતિઓ, 40 વિચરતી અને વિમુક્ત જાતિઓ અને 58 બિનઅનામત સવર્ણ જાતિઓને મકાન બનાવવા મળતી સહાયમાં 50,000 રૂપિયાનો વધારો જાહેર કરતી રાજ્ય સરકાર - 70,000 ના બદલે હવે 1,20,000 રૂપિયા મળશે સહાય

7. ગુજરાતના સ્થાપનાદિનથી રાજયભરના તળાવો અને જળસ્ત્રોતોને ઊંડા ઉતારવાનો રાજય સરકારનો નિર્ણય - ઉદ્યોગકારો, સ્વૈચ્છિત સંસ્થાઓને તેમજ લોકોને જળસંચયના કામોમાં સહયોગી બનવા અનુરોધ કરતા ઉર્જામંત્રી સૌરભ પટેલ.

8. સુરેન્દ્રનગરના સાયલાના શ્રમજીવી પરિવારની દિવ્યાંગ દિકરીએ હરિયાણામાં યોજાયેલા પંચકુવા પેરાલ્મિપક નેશનલ કક્ષાની રમતગમત સ્પર્ધામાં લાંબીકૂદમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો - ઝાલાવાડ સાથે ગુજરાતનું નામ રોશન કરનાર દિકરીએ સાર્થક કરી છે ઉક્તિ - અડગ મનના માનવીને હિમાલય નડતો નથી.

9. નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા ઝંપલાવવા લોકોનો જીવ બચાવવા મરજીવાનું કામ કરતા બનાસકાંઠાના થરાદના સુલતાનભાઇ - જાતે બનાવેલા સાધનોની મદદથી લોકોનું અમૂલ્ય જીવન બચાવતા કેનાલના સુલતાન.

Video: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply